પશ્ચિમ બંગાળની પ્રતિષ્ઠિત જાદવપુર યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંગ્રેજી વિભાગમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી 21 વર્ષીય વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હતો. 11 સપ્ટેમ્બર ની રાત્રે લગભગ 10 થી 10:30 વાગ્યાના સમયે, સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના એક કાર્યક્રમ દરમિયાન તે બેભાન હાલતમાં મળી આવી હતી. ગેટ નંબર 4 પાસેના યુનિયન રૂમની નજીક અન્ય વિદ્યાર્થીઓએ તેને જમીન પર પડી ગયેલી હાલતમાં જોયી હતી. સાથી વિદ્યાર્થીઓએ તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળતા ન મળતા તરત જ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી.
ઘટનાની જાણ થતાં જાદવપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી છે. હાલ સુધી વિદ્યાર્થિનીના મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસે તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે જેથી હકીકત બહાર આવી શકે. ઘટનાએ યુનિવર્સિટી કેમ્પસમાં હલચલ મચાવી દીધી છે અને વિદ્યાર્થીઓ સહિત શિક્ષણ જગતમાં ભારે શોકનો માહોલ છે.
https://twitter.com/cgihou/status/1966284073589944637
રાજકીય પ્રતિસાદ પણ ઝડપથી સામે આવ્યા. તૃણમૂલ કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન TMCPના પ્રમુખ કિશલય રોયે આ ઘટનાને “અત્યંત દુઃખદ” ગણાવીને યુનિવર્સિટીના કેમ્પસમાં મોડી રાત સુધી ચાલતા કાર્યક્રમો, દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને સલામતીના અભાવ પર ગંભીર સવાલો ઉઠાવ્યા. WBTMCP પ્રમુખ ત્રિનંકુર ભટ્ટાચાર્યએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને 2023માં રેગિંગથી થયેલા સ્વપ્નદીપના મોતની યાદ તાજી કરી. તેમણે જણાવ્યું કે જાદવપુર યુનિવર્સિટી કેમ્પસમાં CCTV કેમેરા અને કાયમી પોલીસ ચોકીની લાંબા સમયથી માંગ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આ મુદ્દાઓ ઉકેલાયા નથી. સાથે જ તેમણે યુનિવર્સિટીના વહીવટી સંકટ પર આંગળી ઉઠાવી અને તાત્કાલિક વાઇસ-ચાન્સેલરની નિમણૂક કરવા માટે મુખ્યમંત્રીને અપીલ કરી. આ ઘટનાએ ફરી એકવાર યુનિવર્સિટીના સલામતી માપદંડો, વહીવટી બેદરકારી અને કેમ્પસના વાતાવરણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel