ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સર્વિસિસ સેન્ટર, Gift City (ગુલફ ઇનડસ્ટ્રીયલ ફાઇનાન્સ સિટી) ખાતે સોમવારે, યુનાઇટેડ કિંગડમના વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઇન્ડ ઓથોરિટીના ઉચ્ચ સ્તરીય મેયર પ્રતિનિધિમંડળને યજમાની આપવામાં આવી. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચાર્ડ પાર્કર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુલાકાત નાણાકીય સેવાઓ, ટેક્નોલોજી, નવીનતા અને સંસ્થાકીય ભાગીદારીમાં ભારત-યુકે સહયોગ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ઠર્યું.
ઈન્ડિયા ગ્લોબલ ફોરમના સહયોગથી યોજાઈ મુલાકાત
પ્રતિનિધિમંડળમાં વેસ્ટ મિડલેન્ડ્સ ગ્રોથ કંપની, અગ્રણી યુનિવર્સિટીઓ જેવી કે University of Warwick, University of Birmingham, Birmingham City University, Aston University, અને Coventry Universityના પ્રતિનિધિઓ, તેમજ મોબિલિટી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), અને ફાઈનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રના ઉદ્યોગ આગેવાનો અને Birmingham Chamber of Commerceના સભ્યોનો સમાવેશ થયો હતો. આ મુલાકાત India Global Forumના સહયોગથી યોજાઈ હતી.
ડિજિટલ ફાઇનાન્સ અને વૈશ્વિક સહયોગ પર ચર્ચા
વિઝીટ દરમિયાન, ડિજિટલ ફાઇનાન્સ, ટકાઉ ફાઇનાન્સ, શૈક્ષણિક સંશોધન અને વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોમાં વિસ્તરણની તકો વિશે વ્યૂહાત્મક ચર્ચા કરવામાં આવી. ગિફ્ટ સિટીના અધિકારીઓએ ભારતના પ્રથમ આઇએફએસસી (International Financial Services Centre)માં થયેલી પ્રગતિ, વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક કરેલ નિયમનકારી માળખું, ઈન્ટિગ્રેટેડ ઈકોસિસ્ટમ અને બેંકિંગ, કેપિટલ માર્કેટ્સ, ઇન્શ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને ફિનટેક ક્ષેત્રે નવીનતા પર પ્રકાશ પાડ્યો.
પ્રતિનિધિમંડળને ગિફ્ટ સિટીના માળખાગત સુવિધાઓ, નીતિગત સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંલગ્ન નિયમનકારી વાતાવરણ વિશે માહિતી આપવામાં આવી, જે વૈશ્વિક સંસ્થાઓ માટે ભારતના બજારમાં પ્રવેશ મેળવવા માટે એક પ્લેટફોર્મ પુરું પાડે છે.
Gift City ની વિકાસમુખી ભૂમિકા
Gift City Managing Director & Group CEO Sanjay Kaulએ જણાવ્યું કે, “વેસ્ટ મિડલેન્ડ્સ મેયર પ્રતિનિધિમંડળ સાથેની આ ભાગીદારી નાણાકીય સેવાઓ, નવીનતા અને શિક્ષણમાં ભારત-યુકે સહયોગની વધતી ગહનતા દર્શાવે છે. ગિફ્ટ સિટી વૈશ્વિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને સ્ટાર્ટઅપ્સને ભારતમાંથી આંતરરાષ્ટ્રીય કામગીરીમાં સહયોગ અને રોકાણ માટે પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. અમે નાણાકીય સેવાઓ, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો, સંશોધન અને ઉભરતી ટેકનોલોજીમાં ભાગીદારી વિસ્તૃત કરવાની મજબૂત સંભાવના જોઈએ છીએ.”
મુલાકાત દરમિયાન નેટવર્કિંગ, વ્યૂહાત્મક ચર્ચાઓ અને ભવિષ્યમાં રોકાણ અને જ્ઞાન-ભાગીદારી માટેના પગલાંઓ પર ચર્ચા કરવામાં આવી. આ યાત્રાએ Gift Cityના આંતરરાષ્ટ્રીય ભાગીદારીના નિર્માણ પર ભાર મૂક્યો, જે વિદેશી મૂડી પ્રવાહ, પ્રતિભા વિકાસ અને નવીનતા આધારિત વૃદ્ધિને ટેકો આપે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel