ભારતના ગૌરવસ્વરૂપ અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાં એક રાત્રિ વિતાવી લીધા બાદ હવે તેમનો પ્રથમ વિડીયો સંદેશ સામે આવ્યો છે, જેમાં તેમણે ભારતીય જનતાને અવકાશમાંથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. AXIOM-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પહોંચેલા શુભાંશુ શુક્લા પોતાની અવકાશયાત્રાથી અત્યંત ઉત્સાહિત જણાય છે. વીડિયો સંદેશમાં શુક્લાએ નિખાલસ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું, “અવકાશમાંથી શુભેચ્છાઓ!” તેમણે ઉમેર્યું કે, “હું અહીં ચાલવાનું શીખી રહ્યો છું, બાળકની જેમ ખાવા-પીવાનું શીખી રહ્યો છું અને ખૂબ ઊંઘી રહ્યો છું.”
શુક્લાએ કહ્યું કે આ મિશન તેમ માટે માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભારતના માનવ અવકાશ કાર્યક્રમ તરફ એક સ્થિર અને મજબૂત પગલું છે. તેઓએ કહ્યું, “તે એક શાનદાર સવારી હતી.” તેમણે પોતાને મળેલા ટેકા માટે પરિવાર, મિત્રો અને તમામ સહયોગીઓને આભાર માન્યો. ખાસ કરીને તેમણે એમ જણાવ્યું કે “મારી ખભા પર ત્રિરંગો હોવો મને સતત યાદ અપાવતો હતો કે હું અહીં એકલો નથી – આખું ભારત મારી સાથે છે.”
આ વીડિયો સંદેશમાં એક રસપ્રદ તત્વ એ રહ્યું કે શુક્લાની સાથે એક નાનું હંસનાં સ્વરૂપનું સોફ્ટ ટોય પણ જોવા મળ્યું. શુક્લાએ જણાવ્યું કે “હંસ ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનનું પ્રતીક છે, અને તેનું મારા મિશનમાં હોવું એક અદભુત સંદેશ આપે છે.” તેઓએ ઉમેર્યું કે તેઓ અવકાશમાં અહીંના નજારો માણી રહ્યા છે અને નવી જિજરાસથી જીવન જીવવાની રીત શીખી રહ્યા છે.
વિડીયોમાં શુભાંશુ શુક્લાની આંખોમાં એ ઉત્સાહ અને ગૌરવ સ્પષ્ટ નજરે પડે છે, જે એક એવા યાત્રિકમાં હોય છે જેણે માત્ર પોતાનું નહીં, પરંતુ આખા રાષ્ટ્રનું સપનું સાકાર કરવાનું વહન કર્યું હોય. તેમણે જણાવ્યું કે તેઓ હવે અવકાશ મથક પર સમય વિતાવીને તેમના અનુભવો સમગ્ર વિશ્વ સાથે શેર કરવા આતુર છે.
અગાઉ, શુક્લા મિશન પહેલાં 30 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહ્યા હતા, જેના પછી તેઓએ આ યાત્રા શરૂ કરી હતી. તેમણે હસતાં હસતાં કહ્યું, “આ 30 દિવસ પછી તો બસ એકજ ઇચ્છા હતી – હવે તો અવકાશમાં જવું છે!”
તેમનો સંદેશા આખે આખો ભારત માટે ગર્વ અને નવી આશાઓનું પ્રતીક છે, કારણ કે 41 વર્ષ બાદ કોઇ ભારતીય અવકાશ યાત્રામાં ગયો છે. અંતે તેમણે કહ્યું, “આ યાત્રા મારા માટે નહીં, પણ દરેક ભારતીય માટે છે. આ આપણા તમામ માટે એક નવી દિશા તરફ એક મોટું પગલું છે.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel