ભારતના અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાે નાસાના AXIOM-4 (Ax-4) મિશન હેઠળ સફળતાપૂર્વક સ્પેસએક્સના ડ્રેગન કેપ્સૂલ મારફતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીની અંતરિક્ષ યાત્રા પૂર્ણ કરી છે. લોન્ચિંગ પછી લગભગ 26 કલાકની અવકાશયાત્રા બાદ તેમની સ્પેસકેપ્સૂલ આજે નિર્ધારિત સમય કરતા 20 મિનિટ વહેલા ISS નજીક પહોંચી હતી અને હવે ડૉકિંગ પ્રક્રિયાનો અંતિમ ચરણ ચાલુ છે. આ સફળતા સાથે તેઓ 41 વર્ષ બાદ અંતરિક્ષમાં પહોંચનાર ભારતીય અંતરિક્ષ યાત્રી બની ગયા છે, જેને લઈને દેશભરમાં ગૌરવની લાગણી વ્યાપી છે.
Axiom Mission 4 aboard the @SpaceX Dragon docked to the station at 6:31am ET today. Soon the Ax-4 astronauts will open the hatch and greet the Exp 73 crew live on @NASA+. More… https://t.co/XmWYPa4BhT pic.twitter.com/LjjMd7DfmW
— International Space Station (@Space_Station) June 26, 2025
ડ્રેગન કેપ્સૂલની ડૉકિંગ પ્રક્રિયા ઓટોનોમસ હોય છે, એટલે કે તે પોતે જ તમામ મેન્યુવર્સ અને ગતિ નિયંત્રણ કરે છે, પરંતુ આખી પ્રક્રિયા દરમિયાન ક્રૂ કમાન્ડર પેગી વ્હિટસન અને શુભાંશુ શુક્લા તેની દેખરેખ રાખે છે. આ પ્રક્રિયા ચાર તબક્કાઓમાં વિભાજિત છે:
- Rendezvous તબક્કામાં યાન લોન્ચ થયા પછી માત્ર 90 સેકન્ડમાં પોતાનું એન્જિન ફાયરિંગ શરૂ કરે છે અને ગતિ-દિશામાં સમાયોજન લાવે છે. આ દરમિયાન સ્પેસX અને નાસાના ગ્રાઉન્ડ કંટ્રોલરો સમગ્ર સિસ્ટમની ચકાસણી કરે છે.
- Close Approach તબક્કામાં ડ્રેગન ISSથી 200 મીટરના અંતરે સીધો સંચાર શરૂ કરે છે. આ તબક્કો સામાન્ય રીતે છ કલાક સુધી યાનને એક સુરક્ષિત પથ પર રાખે છે.
- Final Approachમાં ડ્રેગન કેપ્સૂલ લેઝર સેન્સર, કેમેરા અને GPSના આધારે ISSના હાર્મની મોડ્યુલના ડૉકિંગ પોર્ટ સાથે મિળી જાય છે. આ તબક્કામાં યાન બહુ જ ધીમી ગતિથી આગળ વધે છે અને ચોકસાઈથી પોઝિશન લઈ લે છે.
- Soft and Hard Capture તબક્કામાં મેગ્નેટિક ગ્રિપર યાનને ખેંચીને પોર્ટ સાથે જોડે છે અને પછી મિકેનિકલ લેચ તેને સ્થિર રાખે છે. ત્યારબાદ 1-2 કલાક સુધી યાનનું હવાનું દબાણ, ગતિ અને સ્થિરતા ચકાસવામાં આવશે. આખરે ક્રૂ સભ્યો ISSમાં પ્રવેશ કરશે.
આ અવસરે શુભાંશુ શુક્લાના માતા આશા શુક્લા ભાવુક બની ગઈ હતી. જેમણે કહ્યું કે તેમના પુત્રે આજનો દિવસ ભારતના ઈતિહાસમાં નોંધપાત્ર બનાવી દીધો છે. આખા દેશ માટે અને ખાસ કરીને તેમના પરિવાર માટે આ એક ગૌરવનો ક્ષણ રહ્યો છે.
#WATCH | Lucknow, Uttar Pradesh: Mother of IAF Group Captain & astronaut Shubhanshu Shukla, Asha Shukla, gets emotional as she cheers for her son, who is part of the #AxiomMission4 pic.twitter.com/62Ki2J3hRU
— ANI (@ANI) June 25, 2025
આ મિશન ભારત માટે એક વિશેષ સિદ્ધિ છે કારણ કે તેણે ન માત્ર વૈજ્ઞાનિક પ્રતિભાનો પરિચય કરાવ્યો છે, પરંતુ વિશ્વસ્તરે પણ ભારતીયો કેવી રીતે અવકાશ યાત્રામાં યોગદાન આપી રહ્યા છે તેનો નવો દાખલો પુરો પાડ્યો છે. शुभांશુ શુક્લાની આ યાત્રા આજે લાખો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel