મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતે આપેલા વચન મુજબ, પેરા-આર્ચર શીતલ દેવીને ભારતની શ્રેષ્ઠ SUV મહિન્દ્રા સ્કોર્પિયો N ભેટમાં આપી. આનંદ મહિન્દ્રા શીતલ દેવીની હિંમત અને પ્રતિભાની ખૂબ પ્રશંસા કરે છે. શીતલ દેવી જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના લોઈધર ગામની એક પ્રતિભાશાળી પેરા-આર્ચર છે. ફોકોમેલિયા નામની દુર્લભ બિમારીના કારણે તેમના બંને હાથ જન્મથી જ વિકસિત થઈ શક્યા ન હતા. આમ છતાં, તેમણે પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માં તેમના ઉત્તમ પ્રદર્શનને કારણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમણે પગનો ઉપયોગ કરીને તીરંદાજીમાં નિપુણતા મેળવી છે. તેઓ પોતાના પગથી ધનુષ પકડે છે અને ખભા અને દાંતની મદદથી તીર ચલાવે છે.
I have long admired @archersheetal ’s talent from afar. Meeting her in person, I was struck by her remarkable determination, tenacity and focus.
Speaking to her mother and sister, it was clear that it runs in the family!
She gifted me an arrow, a symbol of her identity as an… pic.twitter.com/SFY8RCf6iM
— anand mahindra (@anandmahindra) January 28, 2025
શીતલે એશિયન પેરા ગેમ્સમાં વ્યક્તિગત કમ્પાઉન્ડ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત, તેમણે પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમની અસાધારણ સિદ્ધિથી પ્રભાવિત થઈને, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેમને મહિન્દ્રાની કોઈપણ કારની પસંદગી કરવાની ઓફર કરી અને તેમની જરૂરિયાતો અનુસાર તેને કસ્ટમાઇઝ કરવાનું વચન આપ્યું હતું.
આનંદ મહિન્દ્રાએ પૂરું કર્યું વચન
આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર શીતલની પ્રશંસા કરતાં લખ્યું, “હવે હું મારા જીવનમાં ક્યારેય પણ નાની-મોટી સમસ્યાઓ વિશે ફરિયાદ નહીં કરું. શીતલ દેવી, તમે અમારા બધા માટે એક શિક્ષક સમાન છો. કૃપા કરીને અમારી રેન્જમાંથી તમે કોઈ પણ કાર પોતાના માટે પસંદ કરી લો અને અમે તેને તમારા ઉપયોગ માટે કસ્ટમાઇઝ કરીશું.” પોતાના વચન મુજબ, આનંદ મહિન્દ્રાએ શીતલ દેવીને નવી મહિન્દ્રા સ્કોર્પિયો-N ભેટમાં આપી. નવી મહિન્દ્રા સ્કોર્પિયો-Nની ચાવી પોતાના હાથમાં લઈને શીતલ દેવી ખૂબ જ ભાવુક જોવા મળી.
કારની ખાસિયત
મહિન્દ્રા સ્કોર્પિયો N દેશની સૌથી પ્રખ્યાત એસયુવીમાંની એક છે. આ કારમાં પાવરફૂલ 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 2.2-લિટર ડીઝલ એન્જિન ઓપ્શન મળે છે. ઉપરાંત, આ કારમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ ગાડીમાં પણ થારની જેમ, 4×4 ડ્રાઇવ ઓપ્શન આપવામાં આવ્યો છે.