ખેડા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “મહિલા કર્મયોગી દિવસ” ની ઉજવણી નિમિતે મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા “નારી વંદના ઉત્સવ -૨૦૨૩” સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સલૂણ ગામની પટેલ વાડીમાં “મહિલા કર્મયોગી” દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં પ્રતિભાશાળી મહિલા ઓ કે જેમણે સમાજમાં પોતાના કાર્ય થકી આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે એવી મહિલાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે વ્હાલી દીકરી યોજનાના મંજૂરી પત્ર તથા કીટ નાની દીકરીઓને આપવામાં આવી.
આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી , સામાજિક કલ્યાણ વિભાગના અધિકારી, ભાજપ જિલ્લા મોરચા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં મહિલાઓને દીકરીઓ હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)