અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી કે ત્રીજું વિશ્વ યુદ્ધ બહુ દૂર નથી. સાથે તેમ પણ કહ્યું કે તેઓનાં નેતૃત્વ નીચે આવું કશું બની શકશે નહીં.
ફ્લોરિડાનાં માયામીમાં એફઆઈઆઈ પ્રાયોરિટી સમિટમાં સંબોધન કરતાં તેઓએ કહ્યું હતું કે જો બાયડેન વહીવટી તંત્ર ચાલુ જ રહ્યું હોત તો વિશ્વ અત્યારે યુદ્ધમાં હોમાઈ ગયું હોત, પરંતુ તેમનાં નેતૃત્વ નીચે આવું બનશે નહીં. તેમનું નેતૃત્વ યુદ્ધને અટકાવી દેશે.
તેઓએ કહ્યું : ત્રીજાં વિશ્વ યુદ્ધથી કોઇને લાભ થવાનો નથી, પરંતુ તમો તેથી બહુ દૂર નથી, તે હું તમને અત્યારે સ્પષ્ટ રીતે કહું છું, કે તમે તેથી બહુ દૂર નથી. જો તમો તે વહીવટીતંત્રમાં રહ્યા જ હોત તો ત્રીજાં વિશ્વ યુદ્ધમાં હોમાઈ જ ગયા હોત પરંતુ તે તેમનાં નેતૃત્વ નીચે થવાનું નથી.
અમેરિકાના પ્રમુખે ફરી એકવાર કહ્યું કે અમેરિકા તે યુદ્ધમાં જોડાશે નહીં, પરંતુ તે યુદ્ધ પછી આપણે બળવત્તર અને વધુ સમર્થ બની રહીશું. જો યુદ્ધ થવાનું જ હોય તો કોઈ પણ આપની નજીક આવી નહીં શકે છતાં આપણે માનવું ન જોઇએ કે તે (વિશ્વયુદ્ધ) થશે જ.
તેઓએ એલન મસ્કનાં ઠ પ્લેટફોર્મ પરનાં પોસ્ટ ટાંક્યું હતું અને કહ્યું હતું : એલન મસ્ક : યુક્રેન અંગે પ્રમુખની અંતર ચેતના યોગ્ય જ છે. તે ખરેખર દુ:ખદ છે. અનેક માતા-પિતાએ તેઓના પુત્રો ગુમાવ્યા છે, અનેક બાળકોએ તેઓના પિતા ગુમાવ્યા છે.
પ્રમુખ ટ્રમ્પે યુક્રેન યુદ્ધ માટે યુક્રેનના પ્રમુખ વાલોદોમીર ઝેલેન્સ્કી ઉપર નિશાન તાક્યું હતું. અને કહ્યું હતું કે તેમણે તો યુરોપના દેશો કરતાં ૨૦૦ બિલિયન ડૉલર્સ વધુ વેડફાવી દીધા છે. આ સાથે તેઓએ ઝેલેન્સ્કીને ચૂંટણી સિવાય સત્તા પર બેસી રહેલા ઝેલેન્સ્કીને સરમુખત્યાર કહેવા સાથે તેમની ઉપર જોરદાર પ્રહારો કરતાં કહ્યું હતું કે જે યુદ્ધ જીતી શકાય તેમ જ ન હતું તે માટે તેમણે અમેરિકાના ટેક્ષ પેયર્સના ૩૫૦ બિલિયન ડોલર્સ વેડફાવી નાખ્યા છે.