વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો આજે ચોથો દિવસ છે. પરંતુ, છેલ્લા ત્રણ દિવસની સરખામણીએ ચોથા દિવસે સ્થિતિ થોડી બદલાઈ શકે છે. સ્કોરબોર્ડની સાથે હવામાનમાં પણ મોત પરિવર્તનો જોવા મળી શકે છે. છેલ્લા ત્રણ દિવસથી હવામાન સ્થિર અને ખુશનુમા હતું પરતું ચોથા અને પાંચમા દિવસે વાતાવરણમાં ભેજ વધવાની શક્યતા દેખાઈ રહી છે. મતલબ કે WTC ફાઈનલ પર વરસાદ પાડવાની સંભાવના છે.
કોઈપણ રીતે ઈંગ્લેન્ડના હવામાનની આગાહી કરવી મુશ્કેલ છે. ત્યાં ક્યારે વરસાદ પડશે અને સૂર્ય ક્યારે ચમકશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ, WTC ફાઇનલમાં ચોથા અને પાંચમા દિવસે વરસાદ પાડવાની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા ફાઇનલ શરૂ થવા પહેલા જ મેચના અંતિમ બે દિવસે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
Mohammed Siraj will be out to bring the heat as India chase quick wickets on Day 4 of the #WTC23 Final 🔥
More on the fiery pacer 👇https://t.co/s7a00YS4OH
— ICC (@ICC) June 10, 2023
હવે અનુમાન મુજબ ચોથા દિવસની રમતમાં વરસાદ અવરોધ બની શકે છે. સમાચાર છે કે ઈંગ્લેન્ડમાં જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ વરસાદ જોવા મળી શકે છે. આ વરસાદ કેટલો સમય ચાલશે અને મેચ પર તેની કેટલી અસર થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. ચોથા દિવસની જેમ જ WTC ફાઈનલના પાંચમા દિવસે પણ તેવી જ સ્થિતિ જોવા મળશે. મતલબ હવે આ બે દિવસમાં જો વરસાદ પડશે તો કેટલી ઓવર ધોવાશે તેના પર રિઝર્વ-ડેની રમત નિર્ભર રહેશે.
WTC ફાઇનલ માટે 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો પાંચ દિવસમાં સંપૂર્ણ રમત રમી શકાતી નથી, તો જ મેચ રિઝર્વ ડેમાં રમવાના ચાન્સ છે. ખાસ કરીને બે કિસ્સામાં રિઝર્વ-ડેનો ઉપયોગ કરવામાં આવશે.
જો વરસાદ પડે છે તો કેટલી ઓવરો વરસાદને કારણે ધોવાઇ જાય છે તેના આધારે રિઝર્વ ડેના દિવસે બાકીની બચેલી ઓવરો રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડેનો ઉપયોગ માત્ર વરસાદને કારણે ઓવરોમાં ઘટાડો કરવા માટે કરવામાં આવશે નહીં. તેની બીજી શરત ધીમો ઓવર રેટ છે, જેમાંથી ટીમ ઈન્ડિયા અત્યારે પસાર થઈ રહી છે. ટીમ ઈન્ડિયાનો ઓવર રેટ ધીમો છે અને તેના કારણે પણ જો રમતના પહેલા પાંચ દિવસ પૂરા ન થાય તો તે રિઝર્વ ડેમાં જઈ શકે છે.
Australia get through a probing new ball spell from India with just one wicket down 🧐
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/yejeo2PI5m
— ICC (@ICC) June 9, 2023
હવે સવાલ એ છે કે 10 કે તેથી ઓછી ઓવર બાકી હોય તો પણ રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે? તો આનો જવાબ છે નહીં. 10 ઓવરથી ઓછી મેચ રિઝર્વ ડેના દિવસે નહીં રમાય. ઇંગ્લેન્ડમાં મોડે સુધી લાઇટ ચાલુ રહે છે. માત્ર 5 દિવસની રમતમાં તે ઓવરોને એડજસ્ટ કરવાના પ્રયાસો કરવામાં આવશે.