દિલ્હીના આજે જૂના યમુના નદીના જળસ્તર ફરી એકવાર ખતરાના નિશાનથી વધીને 205.39 મીટર સુધી પહોંચી ગયું છે. સેન્ટ્રલ વોટર કમિશનના ડેટા અનુસાર આજે રાત્રે 10 વાગ્યે પાણીનું સ્તર 205.33 મીટરથી 205.39 મીટરના ખતરાના નિશાનને વટાવીને સતત વધી રહ્યું છે.
#WATCH | Water level of River Yamuna rises in Delhi again. Drone visuals from this morning show the current situation around Old Yamuna Bridge (Loha Pul) pic.twitter.com/PATydIBQXZ
— ANI (@ANI) August 16, 2023
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જળસ્તર વધ્યું
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે. જૂના રેલવે બ્રિજ પર ગઈકાલે સાંજે 6 વાગ્યે પાણીનું સ્તર 204.94 મીટર હતું. CWC અનુસાર દિલ્હીમાં બપોરે 3 વાગ્યે યમુનાનું જળસ્તર ચેતવણીના સ્તરને પાર કરી ગયું અને પાણીનું સ્તર 204.57 મીટર પહોંચી ગયું હતું. યમુના નદીના જળસ્તરનું ‘એલર્ટ’ લેવલ 204.5 મીટર છે.
જુલાઈમાં પૂરના કારણે હાહાકાર મચી ગયો હતો
જુલાઈમાં દિલ્હી તેમજ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે દિલ્હીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું. યમુના નદીએ 13 જુલાઈના રોજ અગાઉના રેકોર્ડને પણ તોડીને રેકોર્ડ 208.66 મીટરનો વધારો કર્યો હતો. છેલ્લા ઘણા વર્ષોની સરખામણીમાં પૂરના પાણી શહેરમાં ઘૂસી ગયા હતા. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 27 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.