7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હમાસના આતંકવાદી હુમલાના રવિવારે 100 દિવસ પૂર્ણ થશે. હુમલામાં બંને તરફ ભારે નુકસાનની સાથે અનેક નિર્દોષ લોકોના જીવ પણ લીધા છે. ત્યારે બીજી તરફ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ શિપિંગ માર્ગ સુએઝ માટે લાલ સમુદ્રમાં ખતરો બનેલા યમનના હુથી બળવાખોરો પર અમેરિકાએ બીજા દિવસે શનિવારે પણ હુમલો કર્યો હતો. અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને જણાવ્યું કે શનિવારે હુથી બળવાખોરોની રડાર સાઇટ પર હુમલો કરાયો હતો. અગાઉ, શુક્રવારે વહેલી સવારે અમેરિકાએ રાજધાની સનામાં 28 સ્થળો સહિત 75થી વધુ ઠેકાણાં પરહુમલો કર્યો હતો.
હુમલા બાદની પરિસ્થિતિ..
*હમાસ હુમલામાં બંધક 244 લોકોમાંથી ઘણાને કતારની મધ્યસ્થી દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે 100 બંધકોના પરિવારો મુક્તિની રાહ જોઈ રહ્યા છે.
*7 ઓક્ટોબરથી ઈઝરાયલે 5,835 લોકોની ધરપકડ કરી છે. ગાઝામાં 23,843 લોકોનાં મોત થયાં છે અને 60 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અમેરિકા: ટ્રમ્પે હૂથીને આતંકી ઘોષિત કર્યા, પરંતુ બાઈડેને નિર્ણય બદલ્યો
- અમેરિકાએ કહ્યું છે કે નવેમ્બરથી હુથી બળવાખોરોએ જહાજો પર હુમલા કર્યા બાદ વ્હાઈટ હાઉસમાં હથી સંગઠનને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવા વિચારણા ચાલી રહી છે.
- 2021માં બાઈડેન વહીવટીતંત્રએ યમનના હથી બળવાખોરોને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને ઉલટાવી દીધો. હુથીઓને આતંકી સંગઠન તરીકે ફરીથી નિયુક્ત કરવાના નિર્ણયની સમીક્ષા કરાઈ રહી છે.
અમેરિકાના હુમલાથી ગુસ્સે ભરાયેલા હજારો હુથી બળવાખોરો રાજધાની સનાના રસ્તાઓ પર એકઠા થયા હતા અને અમેરિકા અને સહયોગી દેશોને હુમલાની કિંમત ચૂકવવાની ધમકી આપી હતી.
હુથીના પ્રવક્તાએ કહ્યું કે બ્રિગેડિયર જનરલ યાહ્યા સેરીએ કહ્યું છે કે અમેરિકા અને તૂર્કીના હુમલા બાદ મધ્યપૂર્વમાં સંઘર્ષ વધુ ફેલાવાની સંભાવના છે.
સીરિયા – ઇરાક : 9 સૈનિકનાં મોત બાદ તૂર્કિયેએ 15 કુર્દોને મોતને ઘાટ ઉતાર્યા
ઇરાકમાં સૈન્ય મથક પરના હુમલામાં નવ સૈનિકો માર્યા ગયા બાદ તૂર્કિયએ કૂર્દ પર હુમલા શરૂ કર્યા હતા. તૂર્કિયેના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઈરાક અને સીરિયામાં કૂદર્દીસ્તાન વર્કર્સ પાર્ટી (પીપીકે)ના મેતિના. હારુર્ક, ગેરા અને ક્વાન્ડિલમાં આવેલાં ઠેકાણાંને નષ્ટ કર્યા છે. હુમલાઓમાં 15 બળવાખોરો માર્યા ગયા.133 લોકોની ધરપકડ કરાઈ છે. નોંધનીય છે કે તૂર્કિયે પીકે કેને બળવાખોર સંગઠન માને છે, જ્યારે અમેરિકા તેને અલ- કાયદાનાના આતંકીઓ ગણાવ્યા હતા.