click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં એક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bharuch > ગુજરાતમાં એક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ
BharuchGujarat

ગુજરાતમાં એક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ

ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો.

Last updated: 2025/10/09 at 3:14 પી એમ(PM)
One India News Team
Share
9 Min Read
SHARE

ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકોએ ભરૂચ જિલ્લાના આમોદ ગામના મોટાભાગના લોકોને ઓછામાં ઓછા 37 થી વઘુ કુટુંબોના 100થી વધુ લોકોને બહુ પ્રિ-પ્લાનિંગ ખતરનાક ષડયંત્રના ભાગરૂપે મુસ્લિમમાં ધર્માંતરણ કરી દેવાયું હતું. આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે આ કેસના આરોપીઓએ પોતાની વિરૂદ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન આરોપીઓના પાકિસ્તાન-કાશ્મીર અને વિદેશ કનેકશન ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ધર્માંતરણ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થતા હાઇકોર્ટ ચોંકી ઉઠી હતી. આખરે જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ લેન્ડમાર્ક જજમેન્ટ સાથે આરોપીની ક્વોશિંગ પિટિશન ફગાવી દીધી હતી.

Contents
હાઇકોર્ટનું લેન્ડમાર્ક જજમેન્ટસરકારી વકીલે કરી દલીલખતરનાક ષડયંત્રમાં વિદેશી તત્ત્વો ઉપરાંત પાકિસ્તાન-કાશ્મીર કનેક્શનના ખુલાસાવિદેશથી ભંડોળ આપનાર ફેફડાવાલા FIR પહેલાં 25 વખત ભારત આવીને ગયોકેવી રીતે પર્દાફાશ થયો આ ખતરનાક ધર્માંતરણના ષડયંત્રનો…?કયા કયા આરોપીઓની પિટિશનો હાઇકોર્ટે ફગાવી?

હાઇકોર્ટનું લેન્ડમાર્ક જજમેન્ટ

ખૂબ જ સંવેદનશીલ અને રાષ્ટ્રની સલામતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના એવા આ કેસનું લાઇવ સ્ટ્રીમીંગ પણ હાઇકોર્ટે તેની સંવેદનશીલતા અને ગુપ્તતાના કારણે બંધ રખાવ્યું હતું. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઇએ આ કેસમાં બહુ જ ગંભીર અને માર્મિક અવલોકનો સાથેનો ચુકાદો જાહેર કરતાં આ કેસ માત્ર એક વ્યકિતના ધર્માંતરણનો નથી પરંતુ રાષ્ટ્રીય કક્ષાના એક  બહુ મોટા અને ખતરનાક ષડયંત્રનો ભોગ હોવાનું ઠરાવ્યું હતું. હાઇકોર્ટે તપાસ કે ટ્રાયલ સામે સ્ટે આપવાની આરોપીઓની માંગણી પણ ધરાર ફગાવી દીધી હતી અને તેઓને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતુ કે, આ કેસમાં ચાર્જશીટ થઈ ગયેલા તમામ આરોપીઓએ ટ્રાયલનો સામનો કરવો જ પડશે. જે બે આરોપીઓ મૌલવી અને ફેફડાવાલા સામે ચાર્જશીટ બાકી છે, તેમની અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

સરકારી વકીલે કરી દલીલ

આરોપી વરયાવા અબ્દુલ વહાબ મહેમૂદ તથા અન્યો દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી ક્વોશિંગ પિટિશનનો જોરદાર વિરોધ કરતાં સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ હાર્દિક દવેએ કેસની બહુ ચોંકાવનારી અને સનસનીખેજ હકીકતો હાઇકોર્ટના ઘ્યાન પર મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના આમોદ ગામે સ્થાનિક હિન્દુઓને બહુ આયોજનપૂર્વક અને પદ્ધતિસર મુસ્લિમ બનાવી તેઓને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાનું એક ખતરનાક ષડયંત્ર વિદેશી તત્ત્વો અને સ્થાનિક આરોપીઓની મદદથી ચાલી રહ્યું હતું. છેલ્લા 15 વર્ષથી તેઓ હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરી તેમને આર્થિક સહાય, મકાન બાંધી આપવા, નોકરી અપાવવી, અનાજ, કુલર સહિતની ચીજવસ્તુઓની લાલચો આપી તેમની જરૂરિયાત અને મજબૂરીનો ફાયદો ઉઠાવી તેઓને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાના પ્રિ પ્લાનિંગ કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આખા ગામના મોટાભાગના હિન્દુઓને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં બહુ પ્લાનિંગ અને ગોઠવાયેલી ચેઇન મુજબ, ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી તેઓને મુસ્લિમ બનાવી દેવાયા હતા.

વધુમાં જણાવાયું કે, આરોપીઓ વિરૂદ્ધનો ગુનો એક રાષ્ટ્ર વિરૂદ્ધનો અતિ ગંભીર, સંવેદનશીલ અને માફ કરી ન શકાય તેવો ગુનો છે. આરોપીઓ એફઆઇઆરમાં વિલંબનો જે બચાવ કરે છે, તે ટકી શકે તેમ નથી. કારણ કે, આટલા ગંભીર ગુનામાં વિલંબ કયારેય અવરોધ બની શકે નહીં. વળી, 25 જુલાઈ, 2022ના દિવસે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી માટેની મંજૂરી આપી દેવાઈ હતી તેથી એ મુદ્દે પણ આરોપીઓનો બચાવ ટકતો નથી. આ ખતરનાક ષડયંત્ર રાષ્ટ્રીય કક્ષાના ઇસ્લામ ધર્મમાં હિન્દુઓને ધર્માંતરણ કરાવવાના એક બહુ મોટા અને વ્યાપક કાવતરાનો ભાગ છે, તેથી તેની સંવેદનશીલતા અને ગુનાની ગંભીરતા ખૂબ વધી જાય છે, તેથી હાઇકોર્ટે આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવી દેવી જોઇએ.

ખતરનાક ષડયંત્રમાં વિદેશી તત્ત્વો ઉપરાંત પાકિસ્તાન-કાશ્મીર કનેક્શનના ખુલાસા

ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનારા આ કેસમાં વિદેશી તત્ત્વો ઉપરાંત, પાકિસ્તાન-કાશ્મીર કનેકશન સામે આવ્યું હતું. આ સિવાય હિન્દુઓને મુસ્લિમ બનાવવા ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાના ધર્માંતરણના કાવતરા માટે વિદેશથી મોટાપાયે ભંડોળ આવતું હોવા સહિતના અનેક મોટા ખુલાસાઓ સામે આવ્યા હતા. ત્યાર બાદ ખુદ જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઇ પણ આ ખતરનાક ષડયંત્રની મોડેસ ઓપરેન્ડી, તેના પ્રિ પ્લાનિંગ ઘટનાક્રમ અને લાંબા ગાળાના ટાર્ગેટ તેમજ બહુ પદ્ધતિસરના આયોજનને લઈ ચોંકી ઉઠયા હતા. હાઇકોર્ટે ધર્માંતરણના આ ખતરનાક ષડયંત્રને અતિશય ગંભીર, ચેતવણી સમાન અને રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવી ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓ વિરૂદ્ધ આ કેસમાં બહુ ગંભીર અને પ્રથમદર્શનીય કેસ બને છે. આટલા ગંભીર ગુનામાં તેઓને કોઈપણ પ્રકારની રાહત આપી શકાય નહી.

ધર્માંતરણના આ ખતરનાક ષડયંત્રમાં સ્થાનિક મુસ્લિમ આરોપીઓ અન્ય આરોપીઓની મદદથી હિન્દુ પરિવારોના સભ્યોને જુદા જુદા સ્થળોએ લઇ તેમને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યા બાદ મુસ્લિમ તરીકેની બહુ પદ્ધતિસરની તાલીમ આપતાં હતા. જેમાં હિન્દુ નાગરિકોને મુસ્લિમ નામો ધારણ કરાવી તેમને કલમાં વાંચતા અને બોલતા શીખવાડવામાં આવતું હતું. એટલું જ નહીં, તેમને જેહાદ અને ઉશ્કેરણીજનક ભાષણો, સાહિત્ય અને મટીરીયલ્સ મારફતે તેમના માઇન્ડવોશ કરી કટ્ટર મુસ્લિમ બનાવવાના કાવતરાને અંજામ આપવામાં આવતો હતો.

વિદેશથી ભંડોળ આપનાર ફેફડાવાલા FIR પહેલાં 25 વખત ભારત આવીને ગયો

જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ આ કેસના મુખ્ય ષડયંત્રકાર અને હાલ ભાગેડુ એવા વિદેશમાં રહેતા આરોપી  અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજીની ખતરનાક ભૂમિકાને લઈને ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે, આરોપી ફેફડાવાલા ધર્માંતરણના કેસમાં એફઆઇઆર થઇ તે પહેલાં વિદશથી અત્યારસુધીમાં 25 વખત ભારતમાં આવીને ગયો છે અને એફઆઇઆર નોંધાયા બાદ તે એકપણ વાર ભારત આવ્યો નથી. તેની વિરૂદ્ધમાં સીઆરપીસીની કલમ-41 (એ) હેઠળ સમન્સ અને કલમ-70 હેઠળનું ધરપકડ વોરંટ પણ જારી થયેલા છે.

કેવી રીતે પર્દાફાશ થયો આ ખતરનાક ધર્માંતરણના ષડયંત્રનો…?

આ ખતરનાક ધર્માંતરણના ષડયંત્રનો પર્દાફાશ કેવી રીતે થયો તેની હકીકત પણ બહુ રસપ્રદ અને સનસનીખેજ છે. આમોદ ગામના જ વતની પ્રવીણ વસાવાને આરોપીઓની ટોળકીએ ધર્માંતરણના કાવતરામાં ફસાવ્યા અને તેમને મુસ્લિમ બનાવી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી મુસ્લિમ નામ ધારણ કરાવી દીઘુ હતું. જો કે, આરોપીઓ જુદી જુદી જગ્યાએ તેમને જેહાદ અને કટ્ટરતાવાદના ભાષણો અને પ્રવૃત્તિઓમાં માઇન્ડવોશના ઇરાદે લઇ જતા હતા. આ દરમિયાન એક જેહાદી કાર્યક્રમમાં તેના ભાષણો સાંભળી એક હિન્દુ તરીકે પ્રવીણ વસાવાનું લોહી ઉકળી ગયુ હતુ અને તેમને ખ્યાલ આવી ગયો હતો કે, આ માત્ર આમોદ પૂરતી વાત નથી પરંતુ સમગ્ર દેશભરમાં હિન્દુઓને ધીરે ધીરે તબક્કાવાર મુસ્લિમ બનાવી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાનું બહુ લાંબા ગાળાનું ષડયંત્ર અને આયોજન છે. પ્રવીણ વસાવાએ જયારે આખી વાતનો વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ તેને પાકિસ્તાન-કાશ્મીર કનેકશનના હવાલા આપી તેમને મારી નાંખવાની ધમકી આપી અને ડરાવી મૂકયા હતા. જો કે,  પ્રવીણ વસાવાના અંતરાત્માએ તેમને ઝંઝોળી નાંખતા આખરે તેમણે આ સમગ્ર ષડયંત્રને લઈ 15 નવેમ્બર, 2021ના દિવસે આમોદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં અનેક ચોંકાવનારા અને સનસનીખેજ ખુલાસાઓ સામે આવ્યા હતા.

કયા કયા આરોપીઓની પિટિશનો હાઇકોર્ટે ફગાવી?

  1. અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજી (રહે.લંડન, હાલ ભાગેડુ)
  2. વરયાવા અબ્દુલ વહાબ મહમૂદ (ભાગેડુ)
  3. સરફરાઝ સલીમ પટેલ
  4. શબ્બીર બેકરીવાલા ઉર્ફે પટેલ શબ્બીર મોહમ્મદ
  5. સમદ બેકરીવાલા ઉર્ફે પટેલ અબ્દુલ સમદ મોહમ્મદ
  6. હસન ઇસા ટીસલી
  7. ઇસ્માઇલ અછાડવાલા આકા ડેલાવાલા મૌલવી ઉર્ફે પટેલ ઇસ્માઇલ યાકુબ
  8. ઐયુબ બશીર પટેલ
  9. અબ્દુલ અઝીઝ પટેલ
  10. યુસુફ જીવણ પટેલ
  11. ઐયુબ બરકત પટેલ
  12. ઇબ્રાહીમ પૂના પટેલ

ગુજરાતના સૌથી મોટા ધર્માંતરણના કેસમાં જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ બહુ મહત્ત્વપૂર્ણ અવલોકનો કરતાં જણાવ્યું કે, આ માત્ર એક વ્યકિતના ધર્માંતરણનો કેસ નથી પરંતુ લાર્જર કોન્સ્પીરસી (મોટા વ્યાપક ગુનાઈત ષડયંત્ર)નો મોટો ભાગ છે. ધર્માંતરણના આટલા ગંભીર અને સંવેદનશીલ કેસની તપાસ અને ટ્રાયલને કેસના પ્રારંભિક તબક્કે રોકી શકાય નહીં. કારણ કે, આ કેસમાં આરોપીઓ સામે બહુ પ્રથમદર્શનીય ગંભીર ગુનો સ્પષ્ટ થાય છે.

આટલા ગંભીર અને સંવેદનશીલ કેસની તપાસ અને ટ્રાયલ પ્રારંભિક તબક્કે જ રોકી શકાય નહી : હાઇકોર્ટ

હાઇકોર્ટે કેસની તપાસ અને ટ્રાયલની પ્રક્રિયાને લીલીઝંડી આપતાં વઘુમાં જણાવ્યું કે, ટ્રાયલ કોર્ટે પણ હાઇકોર્ટના આ અવલોકનોથી પ્રભાવિત થયા વિના કેસના ટ્રાયલની સુનાવણી કરવાની રહેશે. તપાસ એજન્સીએ પણ આ ગંભીર ગુના અને ષડયંત્રના મૂળ સુધી પહોંચી તપાસ હાથ ધરવી જોઇએ. આ કેસમાં વધુ કોઈ મટીરીયલ્સ કે પુરાવા મળે તો તપાસ એજન્સીએ પૂરવણી ચાર્જશીટ કે જરૂરી રિપોર્ટ પણ સક્ષમ કોર્ટ સમક્ષ રજૂ કરવા જોઇએ. હાઇકોર્ટે વિદેશમાં વસતા અને આ કેસમાં ભાગેડુ એવા અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજીની ભૂમિકાને લઇ ગંભીર ટીકા કરતાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા તપાસમાં સાથ સહકાર નહીં અપાવાના કારણે તપાસ પૂરી થઈ શકી નથી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, conversion, dharmantran, gujarat, gujarat high court, hindus, india news, islam, localnewsgujarat, localnewsingujarat, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, topnews, topnewschannelinindia, આમોદ ગામ, ઇસ્લામી કટ્ટરપંથીઓ, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ, ધર્માંતરણ, ધર્માંતરણ કેસ, ધર્માંતરણ કૌભાંડ, ધર્માંતરણ રેકેટ, ભરૂચ જિલ્લા, હિન્દુ, હિન્દુ - મુસ્લિમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 9, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈઝરાયલના બંધકોને છોડશે હમાસ, PM મોદીએ ટ્રમ્પ-નેતન્યાહૂના કર્યા વખાણ
Next Article બ્રિટિશ વડા પ્રધાન સ્ટાર્મર અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?