ભારતના પ્રધાનમંત્રી દ્વારા લોકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે દેશના ખૂણે ખૂણે જયારે યોગને જીવનનો અભિન્ન અંગ બનાવવા પ્રયત્ન થઇ રહ્યા છે ત્યારે આજે આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં મામલતદાર શ્રી ની અધ્યક્ષતામાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ.
ઉમરેઠના એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડમાં આજે સવારે 06.30 થી 08.30 કલાક દરમિયાન મામલતદાર શ્રી ની દેખરેખ હેઠળ અલગ અલગ શાળાના મોટી સંખ્યામાં બાળકો વચ્ચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અલગ અલગ યોગાસનો નો અભ્યાસ કરવામાં આવ્યો અને યોગ ક્રિયાથી મન બુદ્ધિ અને શરીરને કેવા પાયાંના ફાયડા થાય છે તે વિશે જાણકારી આપવામાં આવી.