ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની ધરતી પર અનેક જાણકારીઓ મેળવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર વિશાળ ખાડો શોધી કાઢ્યો છે.
પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર 160 કિલોમીટર પહોળો ખાડો શોધી કાઢ્યો છે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પ્રજ્ઞાન દ્વારા મોકલવામાં આવેલા ડેટાને આધારે આ હકીકત સામે આવી છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે આ ખાડો 160 કિલોમીટર પહોળો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખાડો ચંદ્રયાન 3 ના લેન્ડિંગ સાઈટની નજીક જ છે.
Chandrayaan-3 landing site evolution by South Pole-Aitken basin and other impact craters – revealed in a study led by @PRLAhmedabad scientist Dr. S. Vijayan.#shivshaktipointhttps://t.co/y9yORpviM9 pic.twitter.com/A7Ivtl5C9H
— Prof. Anil Bhardwaj, FNA,FASc,FNASc,JC Bose Fellow (@Bhardwaj_A_2016) September 22, 2024
ચંદ્રના પ્રારંભિક ભોંગોલિક ઉત્ક્રાંતિને સમજવા માટે ધૂળ અને ખડકો ખૂબ મહત્વના છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે 160 કિલોમીટર પહોળો આ ખાડો એટકેન બેસિનની રચના પહેલા બન્યો હતો. સમય જતાં તે કાટમાળને કારણે દબાઈ ગયો. રોવરે તેના ઓપ્ટિકલ કેમેરા વડે ઉચ્ચ રિઝોલ્યુશનની તસવીરો લીધી છે જે આ ખાડા વિશેની રચના સમજવામાં ઉપયોગી થશે.
રોવર પ્રજ્ઞાન દ્વારા કરવામાં આવેલી શોધોને અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો દ્વારા સાયન્સ ડાયરેક્ટરના નવીનતમ અંકમાં પબ્લિશ કરવામાં આવી છે.