અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસે એક મોટું ઑપરેશન ચલાવીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી 17 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી છે. પોલીસની ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે આ મહિલાઓ છેલ્લા કેટલાંક મહિનાથી શહેરના ગોતા, ચાંદલોડિયા અને કબુતરખાના વિસ્તારોમાં ભાડાના મકાનોમાં ગુપ્ત રીતે રહેતી હતી અને મોટાભાગે મજૂરીનું કામ કરીને જીવનયાપન કરતી હતી.
પોલીસે જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલી મહિલાઓની ઉંમર 7 વર્ષથી લઈને 49 વર્ષ સુધીની છે. આ મહિલાઓમાં કેટલીક વિધવા, કેટલીક મજૂર અને એક 7 વર્ષની બાળકી સુમૈયા અખ્તર મીમ જોસેપ હુસૈનનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલી મહિલાઓના નામોમાં સતી ઝાહિદ શેખ (22), બીલ્કીશ મોહેરૂદિન શેખ (27), ઓઝુફા મોહંમદમાસુમ બીલ્લાહ (38), રેહાનાબેગમ લીટોન મોહમ્મદ જલીલ ગાઝી (35), સોનાયબીબી રહેમાનઅલી સૈયદ (44), શાંતા ખાતુમ ઉર્ફે મેઘલા અસલમ કાઝી (21), હલીમાબેગમ ઉષ્માન મુલ્લા જબીબુર રહેમાન મુલ્લા (49) સહિતની અન્ય મહિલાઓ સામેલ છે.
Ahmedabad Police Detain 17 Bangladeshi Nationals
In a decisive action, Ahmedabad Sola Police Station has detained 17 Bangladeshi nationals living illegally.
Deportation process has been initiated as per legal procedure.
Strict action continues against illegal infiltration to… pic.twitter.com/bpGhdesyLS
— Harsh Sanghavi (@sanghaviharsh) October 30, 2025
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલાઓ એજન્ટો દ્વારા માત્ર ₹5,000ની રકમ ચૂકવીને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશી હતી. સરહદ પાર કર્યા પછી, તેઓ થોડા દિવસો માટે પશ્ચિમ બંગાળમાં રોકાઈને નકલી આધાર કાર્ડ બનાવડાવ્યા, જેથી તેઓ કાયદેસર નાગરિક તરીકે ઓળખાઇ શકે. ત્યારબાદ તેઓ ગુજરાતના અમદાવાદમાં આવીને અલગ-અલગ વિસ્તારોમાં ભાડાના મકાનોમાં રહેવા લાગી અને મજૂરીનું કામ શરૂ કર્યું.
પોલીસે વધુમાં જણાવ્યું કે મહિલાઓના મોબાઈલ ફોનમાંથી બાંગ્લાદેશ સ્થિત તેમના પરિવારજનો સાથે IMO ચેટ એપ્લિકેશન મારફતે થયેલી વાતચીતના પુરાવા પણ મળી આવ્યા છે, જે તેમના બાંગ્લાદેશી નાગરિક હોવાનો સ્પષ્ટ પુરાવો આપે છે.
गुजरात पुलिस अहमदाबाद में अवैध रूप से रह रहे १७ बांग्लादेशियों को निर्वासित करेगी।#GujaratPolice #DeportBangladeshis #BorderSecurity #AntiInfiltration | @GujaratPolice @AhmedabadPolice @BJP4Gujarat
[ GujaratPolice, Bangladeshis, Deport, Ahmedabad, Illegal ] pic.twitter.com/mFrRQirECo
— One India News (@oneindianewscom) October 31, 2025
સોલા પોલીસે આ મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે અને તમામ મહિલાઓને બાંગ્લાદેશ પરત મોકલવા માટે ડિપોર્ટેશનની પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે આ મહિલાઓમાંથી કોઈ દેશવિરોધી પ્રવૃત્તિ, માનવ તસ્કરી કે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલી તો નથી ને.
આ ઉપરાંત, પોલીસે એવી પાંચ મકાનમાલિકો સામે પણ ફરિયાદ નોંધાવી છે, જેમણે આ મહિલાઓને ઓળખ-પત્ર વિના ભાડે મકાન આપ્યાં હતા. પોલીસે જણાવ્યું કે આવા મામલાઓમાં સહાય કરનાર કોઈ પણ વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
એકંદરે, આ કાર્યવાહી માત્ર ગેરકાયદેસર રહેઠાણ સામે જ નહીં પરંતુ રાજ્ય સુરક્ષાને લગતા સંવેદનશીલ મુદ્દા પર પણ પોલીસની સચેત કામગીરી તરીકે જોવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel