Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

અમદાવાદમાં 195 હિંદુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, CAA હેઠળ 122ને મંજૂરી

અમદાવાદમાં 195 હિંદુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, CAA હેઠળ 122ને મંજૂરી

અમદાવાદમાં યોજાયેલ એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનથી સ્થળાંતર કરીને ભારતમાં આશરો લેનારા કુલ 195 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ, જેના કારણે વર્ષોથી નાગરિકતાની રાહ જોતા આ પરિવારોમાં આનંદ અને રાહતનો માહોલ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નગર વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત હતા. 195માંથી 122 શરણાર્થીઓને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ નાગરિકતા આપવામાં આવી છે, જ્યારે બાકી 73 અરજદારોને જિલ્લા કલેક્ટર કચેરીએ હાલના નિયમો મુજબ મંજૂરી આપી છે.

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે એટલા મોટા પ્રમાણમાં એકસાથે નાગરિકતા આપવામાં આવે તેવો દૃશ્ય દેશના અન્ય રાજ્યોમાં ભાગ્યે જ જોવા મળે છે. તેમણે ભાર મૂક્યો કે વર્ષો સુધી અત્યાચાર, અસુરક્ષા અને અનિશ્ચિતતાનો સામનો કરનારા આ હિંદુ શરણાર્થીઓ હવે ભારતના વિકાસમાં ગૌરવપૂર્ણ રીતે યોગદાન આપી શકશે. સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે CAAના અમલીકરણને કારણે પડોશી દેશોમાં દમનનો સામનો કરી રહેલા લઘુમતી સમુદાયોને સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવી શકવાની તક મળી રહી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના વહીવટી તંત્રની પ્રશંસા કરતાં જણાવ્યું કે લાંબા સમયથી ભારતમાં નિવાસ કરી રહેલા અને નાગરિકતા મેળવવા માટે પાત્ર એવા તમામ અરજદારોની ફાઇલોનું ઝડપી નિકાલ કરીને તેમને નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. નાગરિકતા મેળવનારા લોકોમાં અનેક વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે, જેમામાં પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડૉ. મહેશ પુરોહિત પણ સામેલ છે, જેઓ 1956થી ભારતમાં વસે છે.

આ નિર્ણય માત્ર કાનૂની સ્વીકૃતિ પૂરતો જ નથી, પરંતુ તે લોકોને નવી ઓળખ, અધિકાર અને સુરક્ષિત ભવિષ્યની શરૂઆત પણ છે, જેઓ વર્ષો સુધી પોતાને “શરણાર્થી” તરીકે ઓળખાવતા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Ahmedabad Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.