અમદાવાદ શહેરમાં મણિનગરથી લઈને સાબરમતી, ચાંદલોડિયા, ગાંધીગ્રામ, અસારવા અને આંબલી સુધી અનેક રેલવે સ્ટેશન આવેલા હોવા છતાં, શહેરનું મુખ્ય મથક કાલુપુર જ છે, જ્યાં હાલમાં વિશાળ પુનર્નિર્માણ કાર્ય ચાલું છે. આ પરિસ્થિતિમાં, કાલુપુર બાદ શહેરનું સૌથી મોટું અને આધુનિક રેલવે સ્ટેશન વટવામાં વિકસાવવા માટે કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. રેલવે તંત્ર મુજબ, વટવા સ્ટેશનને મેગા કોચિંગ ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ ટ્રેન સંચાલન, જાળવણી અને ઔદ્યોગિક પરિવહન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ બની જશે.
હાલમાં વટવા સ્ટેશન પર 3 પ્લેટફોર્મ કાર્યરત છે, પરંતુ હવે અહીં વધારાના 6 નવા પ્લેટફોર્મ બનાવવાના હોવાથી સ્ટેશન કુલ 9 પ્લેટફોર્મ સાથે કાર્યરત બનશે. આ વિશાળ ક્ષમતાને કારણે અહીંથી દરરોજ 51 ટ્રેનનું સંચાલન શક્ય બનશે. ટર્મિનલની કુલ લંબાઈ લગભગ 3 કિલોમીટર હશે. પ્લેટફોર્મ ઉપરાંત, ટ્રેનોની જાળવણી અને ઓપરેશન માટે 12 નવી પિટ લાઈન્સ, ખાલી રેક ઉભી રાખી શકાય તે માટે 29 સ્ટેબલિંગ/પાર્કિંગ લાઈન્સ, કોચ વોશિંગ માટે વોશિંગ લાઈન્સ, તેમજ ખરાબ કોચના સમારકામ માટે 600 મીટરની બે Sick Lines કાર્યરત કરવામાં આવશે. આ સુવિધાઓ વટવાને એક સંપૂર્ણ અને આધુનિક કોચિંગ ટર્મિનલ તરીકે ઉભું કરશે.
વટવા સ્ટેશનનું મહત્વ એથી પણ વધી જાય છે કે તેની આસપાસ વટવા, નરોડા અને કઠવાડા GIDC સહિત અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે. એટલે કે, અહીં મુસાફરોને ઉત્તમ સુવિધા મળી રહેશે જ, પરંતુ ઔદ્યોગિક માલ પરિવહનમાં પણ વટવા ટર્મિનલ આગલા સમયમાં મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરશે.
અમદાવાદ, ગાંધીનગર, ઓખાથી ઉપડતી કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ
– 12 ડિસેમ્બરની ગાંધીનગર કેપિટલ-દૌલતપુર એક્સપ્રેસ અજમેરના બદલે દૌરાઈ-મદાર બાયપાસ લાઈન પરથી ચાલશે
– 16 ડિસેમ્બરના રોજ અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ વારાસણી સુધી જ જશે
– 17 ડિસેમ્બરની ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ વારાસણીથી ઉપડશે, અમદાવાદથી ગોરખપુરની ટ્રેન 4 કલાક મોડી ઉપડશે
– 15 ડિસેમ્બરની દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન વાયા ગાજીપુર-જૌનપુરના રસ્તે ચાલશે, શાહગંજ અને અયોઘ્યા કેન્ટ સ્ટેશન પર જશે નહીં
– 19 ડિસેમ્બરની ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ કોવિલપટ્ટી સ્ટેશન સુધી જ જશે
– 21 ડિસેમ્બરે તૂતિકોરિનથી ઉપડતી ઓખાની વિવેક એક્સપ્રેસ કોવિલપટ્ટી સ્ટેશન પરથી ઉપડશે
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel