એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ 23માં દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં એલસીડી પ્રેઝન્ટેશન અધ્યાપક પ્રા.રાજેશ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાર્થના પ્રા. વ્રજેશ પંડ્યા અને તેમના ગ્રુપે રજૂ કરી હતી. પ્રાર્થના પછી સ્વાગત ગીત અને રિમિક્સ ડાન્સ તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમારંભ અધ્યક્ષ તરીકે પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વિ. શાહ, મુખ્ય મહેમાન તરીકે પૂર્વ પ્રભારી મંત્રી ધીરેનભાઈ એમ પ્રજાપતિ, અતિથિ વિશેષ તરીકે પ્રભારી મંત્રી શ્રી જયેશભાઈ પી દોશી અને ચંદનબેન પટેલ (સંયોજક લોક વિજ્ઞાન કેન્દ્ર), ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના દ્વિતીય પ્રભારી મંત્રી આર પી શાહ દ્વારા શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય ગીતાબેન નીનામાએ આપ્યું હતું.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આચાર્યશ્રી ગીતાબેન નીનામાએ કર્યું હતું ત્યારબાદ મહેમાનોને અગરબત્તી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય મહેમાનશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે બીજા વર્ષના તાલીમાર્થીઓએ પ્રથમ વર્ષના તાલીમાર્થીને દીપ અર્પણ કરી જ્ઞાનની જ્યોત જલતી રાખવાનો સંદેશો આપ્યો હતો. ત્યારબાદ તાલીમાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો તેમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે ગત વર્ષે પ્રથમ વર્ષના પ્રથમ અને દ્વિતીય વર્ષમાં પ્રથમ આવનાર તાલીમાર્થીઓને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બે વર્ષની કામગીરી નો અહેવાલ હૃદય બોલે છે તાલીમાર્થી બેન રવિના દરજી આપ્યો હતો. ત્યારબાદ મહેમાનશ્રીઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહક ઉદબોધન રજૂ કર્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમનું આભાર દર્શન પ્રા. રિયા સુતરીયા એ કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. વ્રજેશ પંડ્યા એ કર્યું હતું.