પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી નેપાળના રસ્તે બિહારમાં પ્રવેશ્યા હોવાની ગંભીર માહિતી સામે આવી છે. પોલીસ હેડક્વાર્ટરે તેમની ઓળખ બહાર પાડી છે જેમાં બહાવલપુરનો મોહમ્મદ ઉસ્માન, ઉમરકોટનો આદિલ હુસૈન અને રાવલપિંડીનો હસનૈન અલી અવાનનો સમાવેશ થાય છે. ત્રણેયના પાસપોર્ટ સંબંધિત વિગતો તથા તસવીરો પણ શેર કરવામાં આવી છે. પોલીસ અનુસાર, આતંકીઓ ઓગસ્ટના બીજા સપ્તાહમાં કાઠમાંડુ પહોંચ્યા બાદ બિહાર તરફ આગળ વધ્યા છે. આ વર્ષ બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી સુરક્ષાના દૃષ્ટિકોણે આ માહિતી ખાસ ચિંતાજનક માનવામાં આવી રહી છે.
પોલીસ હેડક્વાર્ટરે ભાગલપુર સહિત બિહાર અને ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં હાઈ અલર્ટ જાહેર કર્યો છે. ખાસ કરીને નેપાળની સીમા સાથે જોડાયેલા અરરિયા, કિશનગંજ, સુપૌલ, મધુબની, સીતામઢી, પૂર્વી ચંપારણ અને પશ્ચિમી ચંપારણ જેવા જિલ્લાઓને સતર્ક રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. પૂર્ણિયા રેન્જના DIG પ્રમોદ કુમાર મંડલએ પણ પુષ્ટિ કરી છે કે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
बिहार में घुसे जैश-ए-मोहम्मद के 3 आतंकी, पुलिस मुख्यालय ने जारी किया हाई अलर्ट, तीनों पाकिस्तानी।
ये तीनों नेपाल के रास्ते बिहार में घुसे हैं, आतंकियों की एंट्री की खबर मिलते हुए पुलिस मुख्यालय के साथ-साथ वरीय पदाधिकारी एक्शन मोड में आ गए हैं।
इनमें हसनैन अली (रावलपिंडी निवासी)… pic.twitter.com/K4P9vbktBb
— One India News (@oneindianewscom) August 28, 2025
ત્રણેય આતંકીઓ દ્વારા દેશમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની સંભાવના હોવાને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ છે. નોંધનીય છે કે, નેપાળ બોર્ડર મારફતે આતંકીઓ અને શંકાસ્પદ વ્યક્તિઓના ભારતમાં પ્રવેશના કિસ્સા અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. ગયા વર્ષે 5 સપ્ટેમ્બરે મોતિહારી પોલીસે નેપાળ બોર્ડર નજીકથી ભાગલપુરના બરહપુરા ગામના નજરે સદ્દામને નકલી નોટો સાથે પકડ્યો હતો, જેના પાકિસ્તાની આતંકી સંગઠનો સાથે જોડાણ હોવાની વાત સામે આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં NIAની ટીમે નજરે સદ્દામના ઘરની તપાસ કરીને અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બિહારમાં સુરક્ષા એજન્સીઓએ ચૂંટણી પૂર્વે હાઈ એલર્ટ પરિસ્થિતિ જાહેર કરી છે અને આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા તાત્કાલિક પગલાં શરૂ કર્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel