ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલીની ભલામણને લઈને વિવાદ ઊભો થયો છે. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા તાજેતરમાં 14 હાઇકોર્ટના ન્યાયાધીશોની બદલીની ભલામણ કરવામાં આવી છે, જેમાં જસ્ટિસ ભટ્ટનું નામ પણ સામેલ છે. આ નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHCAA)એ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે અને 26 ઑગસ્ટથી અચોક્કસ મુદત માટે હડતાળ શરૂ કરી છે.
GHCAAનું માનવું છે કે જસ્ટિસ ભટ્ટ હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં અનેક મહત્વના કેસોની સુનાવણી કરી રહ્યા છે અને તેમની અચાનક બદલી કોર્ટના કાર્યમાં અવરોધ ઊભો કરી શકે છે. એસોસિએશનના અધ્યક્ષ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું કે આ પગલું ન્યાયતંત્રની સ્વતંત્રતા તેમજ ન્યાયની પ્રક્રિયા પર અસરકારક બની શકે છે.
26 ઑગસ્ટે એસોસિએશનની મિટિંગમાં હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સાથે જ સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ સમક્ષ બદલી રદ કરવાની માંગ કરવા પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી થયું હતું. આ પ્રતિનિધિમંડળમાં અધ્યક્ષ બ્રિજેશ ત્રિવેદી, વરિષ્ઠ વકીલો મિહિર જોશી અને આસિમ પંડ્યા, તેમજ હાર્દિક બ્રહ્મભટ્ટ અને દિપેન દવે સામેલ છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે મુખ્ય ન્યાયાધીશ (CJI)એ 28 ઑગસ્ટે બપોરે 1.50 વાગ્યે આ પ્રતિનિધિમંડળને મળવાનો સમય ફાળવ્યો છે. આ મુલાકાત બાદ આગળની કાર્યવાહી નક્કી થશે અને ભટ્ટની બદલી અંગેનો વિવાદ કયા દિશામાં જશે તે સ્પષ્ટ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel