ગરીબપૂરા ગામે ૪૧ ઘેટાં બકરા ના મોતના સમાચાર મળતા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દોડતું થયું હતું , સ્થળ પર તપાસ કરતા લાલાભાઈ સિદિભાઈ ના માલિકી ના ૩૯ ઘેટાં અને બે બકરાં મરવાની વિગત મળી હતી , પ્રાથમિક તપાસ કરતા ઘાસ ચારો કે પાણી પીવાના કારણે પશુઓ નું મોત થયું હોય તેમ બહાર આવ્યું છે .TDO, મામલતદાર, પશુપાલન અધિકારી અને આરોગ્ય ટીમ તાત્કાલિક સ્થળ પર પોહચી હતી .
જીવન નિર્વાહ માટે પશુધન ઉપર નિર્ભર રહેતા લાલાભાઈ માટે રાજયકક્ષાના પશુપાલન મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ મુખ્યમંત્રી ને પત્ર લખી ભલામણ કરી હતી કે સરકાર યોગ્ય અને ઉચિત પગલાં આ ઘટનામાં લે અને જેમને પશુધન નું નુકશાન થયું છે તેને આર્થિક સહાય મળે .
પોસ્ટમોર્ટમ માટે ને સેમ્પલ લેવાઈ ચૂક્યા છે અને ત્યાર બાદ સાચો ખુલાસો થશે કયા કારણોસર ૪૧ ગાડર ના મોત નીપજ્યા હતા .