પાટણ શહેરમાં આજે સવારે પડેલા માત્ર પોણા ૨ ઇંચ જેટલા વરસાદે શહેરના વ્યવસ્થાપનનાં ભંડાફોડ કરી નાખ્યા. શહેરનું હાર્દ માનાતું આનંદ સરોવર વિસ્તારમાંથી લઈ પાટણ રેલવે ઘરનાળા તરફ જતો માર્ગ, પાણીથી ફૂલ ભરાઈ જતા સંપૂર્ણ બંધ થયો હતો.
રાહદારીઓ માટે અચાનક જ આ રસ્તો એક તરણતાલાવ બની ગયો હોય એમ દ્રશ્ય ઉભું થયું.
આ સ્થિતિ કોઈ અણપેક્ષિત ન હતી – કારણ કે છેલ્લાં કેટલાય વર્ષોથી આ પરિસ્થિતિ મોસમ દર મોસમ પુનરાવૃત્ત થાય છે. છતાં પાટણ નગરપાલિકા આ સમસ્યાનો કોઈ દૃઢ અને સ્થાયી નિકાલ લાવી શકી નથી. લોકોના જણાવ્યા અનુસાર, વર્ષોથી રજૂઆત છતાં માત્ર હાઉસફુલ વચનો અને સર્વેક્ષણના ખેલ જ જોવા મળે છે.
વિશેષરૂપે, શહેરની નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં વિદ્યાર્થીઓના વાહનો રસ્તામાં ફસાઈ ગયા હતા, જેના કારણે નાનાં બાળકો અને પેરેન્ટ્સ મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે –”અમે દર વર્ષે પાણીમાં તણાઈએ છીએ, પણ નગરપાલિકા તો ખુદ પાણીમાં ગરકાવ થઈ ગયેલી લાગે છે.”
આ ઘટના બાદ શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોનો રોષ ઉકળ્યો હતો. લોકોએ આ સ્થિતિ માટે ખુલ્લેઆમ નગરપાલિકા પર જવાબદારી ફટકારી. કેટલાકે તો રસ્તા પર ઊભા રહી વિરોધ પણ નોંધાવ્યો.
શું નગરપાલિકા માત્ર રેનડ્રેન લાઈનોની ફાઈલોમાં પૂરતી રહેશે કે પછી લોકોના જીવલેણ પ્રશ્નો માટે વાસ્તવિક કાયમી ઉકેલ લાવશે?
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared