Bankers Institute of Rural Development (BIRD), Lucknow દ્વારા ભારત દેશમાંથી 5 રાજ્યની જિલ્લા બેંકના ચેરમેન,વાઇસ ચેરમેન , ડિરેક્ટર તથા નાબાર્ડના અધિકારીઓની સાથે કુલ મળી 30 જેટલા સહકારી આગેવાનો તથા અધિકારીઓ દ્વારા ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડિયાદની મુલાકાત કરવામાં આવી હતી, જે અંતર્ગત તેઓ બેંકના ભવ્ય આઘુનિક નવનિર્મિત મકાનને નિહાળ્યું હતું તથા જિલ્લા બેંકોમાં સર્વ પ્રથમ ટેબ્લેટ બેંકિગ શરૂ કરનાર જિલ્લા બેંક તરીકે ધી ખેડા જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તેજસ પટેલ તથા બેંકના સમગ્ર સંચાલક મંડળને અભિનંદન પાઠવ્યા હતા.
સાથો સાથ તેઓ બેંકની લોન મેનેજમેન્ટ સિસ્ટમ (LMS),ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ (DMS),કર્મચારીઓનું મેનેજમેન્ટ કરતી My CO.સિસ્ટમનો પણ અભ્યાસ કર્યો હતો તથા બેંકની ડિજિટલ સેવાઓથી પ્રભાવિત થયા હતા આ મુલાકાત દરમ્યાન બેંકના ચેરમેન તેજસભાઇ પટેલ, સીઈઓ અરવિંદભાઈ ઠક્કર તથા બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા.