છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, અબુઝહમદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ ઠાર માર્યા છે. જ્યારે એક જવાન ઘાયલ થયો છે.
#UPDATE | At least 5 naxals killed in an encounter with security forces in Abujhmarh: Police official#Chhattisgarh
— ANI (@ANI) June 15, 2024
નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન
અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. નારાયણપુર જિલ્લાના માડમાં છેલ્લા બે દિવસથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. નારાયણપુર-કોંડાગાંવ-કાંકેર-દંતેવાડા DRG, STF અને ITBP 53મી બટાલિયન દળો સંયુક્ત ઓપરેશનમાં સામેલ છે.