Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

ચકલાસી પો.સ્ટે હદના પાલૈયા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા ૮ ઇસમો ઝડપાયા

ચકલાસી પો.સ્ટે હદના પાલૈયા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા ૮ ઇસમો ઝડપાયા

પોલીસ અધિક્ષક, ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા. ૧૯-૦૭-૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન આડીનાર ચોકડી પાસે આવતા સ્ટાફના હેડ.કો.ગીરીશભાઇ તથા શૈલેષકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે પાલૈયા ગામ,પીપળાવાળા ફળીયામા.જગદીસભાઇ રમણભાઇ સોલંકીના ઘર પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાાના અંગત ફાયદા સારૂ પત્તા-પાનાથી પૈસાથી હાર જીતનો જુગાર રમી-રમાડે છે જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા (૧) જગદીસભાઇ રમણભાઇ સોલંકી રહે.પાલૈયા ગામ, પીપળાવાળુ ફળીયુ તા.નડીયાદ, જી:ખેડા (૨) રાવજીભાઇ પૂનમભાઇ ભોજાણી રહે.પાલૈયા પંચાયત સામે તા.નડીયાદ,જી:ખેડા (૩) કનુભાઇ હરમાનભાઇ સોલંકી રહે. તાબે ગણેશપુરા, પાલૈયા ગામ તા.નડીયાદ, જી:ખેડા નો (૪) પ્રફુલભાઇ ઉર્ફે પભો વિજયભાઇ સોલંકી રહે.પલૈયા, ભગતની મુવાળી તા.નડીયાદ, જી:ખેડા (૫) રણજીતભાઇ સોમાભાઇ સોલંકી રહે.પલૈયા,ગણેશપુરા તા.નડીયાદ,જી:ખેડા (૬) સોમાભાઇ પુનાભાઇ ઉર્ફે પુનમ ચૌહાણ રહે.જાવોલ, પ્રાથમીક શાળા જોડે તા.નડીયાદ, જી: ખેડા (૭) નટવરભાઈ રાવજીભાઇ સોલંકી રહે.પાલૈયા, પંચાયત પાસે તા.નડીયાદ, જી: ખેડાનો હોવાનું (૮) પુનમસીંહ ઉર્ફે ભગો દોલતસીંહ ઝાલા રહે.પાલૈયા, હાથજ રોડ તા.નડીયાદ,જી:ખેડા નાઓની અંગ જડતી માંથી મળેલ રોકડા રૂ.૧૬,૦00/-તથા દાવ ઉપર થી મળેલ રોકડા રૂ.૨૫૦૦/-તથા પત્તા-પાના નંગ- પર કિંમત.રૂ.00/0૦-તથા દૈનિક પેપર-૦૧ કિંમત.રૂ.૦૦/૦૦- મળી કુલ્લે રૂ.૧૮,૫૦૦/-નો મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવતા તમામ ઇસમો વિરુદ્ધમાં ચકલાસી પો.સ્ટે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.