Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

ખેડા તાલુકાના હરિયાળા ગુરુકુળ અને ગોબલજ ખાતે સેવા સંકલ્પ અભિયાનનું હર્ષોલ્લાસ પૂર્વક સ્વાગત

ખેડા તાલુકાના હરિયાળા ગુરુકુળ અને ગોબલજ ખાતે સેવા સંકલ્પ અભિયાનનું હર્ષોલ્લાસ પૂર્વક સ્વાગત

“સેવા સંકલ્પ અભિયાન – વડનગરથી વારાણસી-૨૦૨૬”

“એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ વર્ષની સમર્પિત યાત્રાની ઉજવણીના ભાગરૂપે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન – વડનગરથી વારાણસી-૨૦૨૬” અંતર્ગત આજે અભિયાનના ચોથા દિવસે ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યાત્રાનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

યાત્રાધામ વડતાલ ખાતેથી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની આગેવાની હેઠળ ગોમતી ઘાટેથી આગળ વધેલી સેવા સંકલ્પ યાત્રા માતર તાલુકાના સંધાણા બાદ ખેડા તાલુકાના હરિયાળા ગુરુકુળ અને ગોબલજ ખાતે પહોંચી હતી.

અહીં જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશકુમાર તડવી, અગ્રણી નયનાબેન પટેલ, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહેમદાબાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત જનપ્રતિનિધિઓ અને ગ્રામજનો દ્વારા બાઈકર્સ તથા કળશયાત્રાનું ઢોલ-નગારાના તાલે અને ભારત માતાના જયઘોષ સાથે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોએ કળશમાંથી પુષ્પવર્ષા કરીને યાત્રાનું વધામણું કર્યું હતું. આ પ્રસંગે “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ તથા હરિયાળી વધારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

બાઈક રેલીમાં જોડાયેલા બાઈકર્સનું ગ્રામજનોએ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના ગગનભેદી જયઘોષ સાથે ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું. સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત બન્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ સેવા સંકલ્પ યાત્રામાં ૨૫થી ૩૦ બાઈકર્સ સાથે પવિત્ર કળશ રથ જોડાયેલો છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાત અને ભારતે સાધેલી વિકાસયાત્રાની ઝાંખી ગામે-ગામ રજૂ કરતી LED વાન પણ યાત્રા સાથે જોડાયેલી છે. આ LED વાન દ્વારા વડનગરથી વારાણસી સુધીની યાત્રા દરમિયાન ૨૫ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણની વિવિધ ઝલક રજૂ કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશકુમાર તડવી, અગ્રણી નયનાબેન પટેલ, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહેમદાબાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ખેડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિકભાઈ પટેલ, કિસાન મોરચા મહામંત્રી શંભુજી બારૈયા, ખેડા તાલુકાના અગ્રણી હેમેન્દ્રસિંહ જાદવ, અંજુબેન વેકરિયા, ગૌતમભાઈ ઘેડિયા, અપૂર્વભાઈ પટેલ, વિવેકભાઈ પંડ્યા, ચિરાગભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સાથે જ ખેડા પ્રાંત અધિકારી નિમેષભાઈ પટેલ, ખેડા તાલુકા પ્રાંત સૃષ્ટિબેન શાહ, મામલતદાર આદિત્ય ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી ઉમેદ સોલંકી, વન અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, સીડીપીઓ, નાયબ મામલતદાર હર્ષદગીરી ગોસ્વામી તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.