કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તાર પાણી આધિરીત ખેતી કરતો વિસ્તાર છે.ત્યારે આ વિસ્તારની સમસ્યા ઉપરાંત કઠલાલ, બાલાસિનોર અને વીરપુર તાલુકાના તળાવો ભરવા માટે એપીએમસીના પૂર્વ ચેરમેન નિલેશભાઈ પટેલના પ્રયત્નોથી પંચમહાલના પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી તત્કાલિન સિંચાઈ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરતા તેના ફળ સ્વરૂપ કરોડની યોજના મંજુર કરવામાં આવી છે.અને હાલ કપડવંજ તાલુકાના વિવિધ ગામોમાં તળાવો ભરવાની કામગીરી પુરજોશમાં ચાલી ચાલી રહી છે.
કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પૂર્વ ચેરમેન નિલેશભાઈ મણીભાઈ પટેલ દ્વારા કપડવંજના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની અને સિંચાઈની ગંભીર સમસ્યાઓ અંગે કાર્યપાલક ઈજનેર, મુખ્ય ઈજનેર, ધારાસભ્ય,સાંસદ સભ્ય, સિંચાઈ મંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆતો કરી હતી. સદર સમસ્યા અંગે પંચમહાલના પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને એપીએમસી કપડવંજ ખાતે સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કપડવંજના પૂર્વ વિસ્તારના આગેવાનો અને કાર્યકરો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.કપડવંજ તાલુકાના વિવિધ તળાવો ભરવા માટે વિચાર વિમર્શ કર્યા બાદ પ્રયોજન બનાવી સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી.જે અંતર્ગત સરકાર દ્વારા ફિઝીબીલીટી રિપોર્ટ બનાવવા માટે વેબક્રોસ કંપની દ્વારા ડીટેઈલમાં સર્વે કરવામાં આવ્યો હતો.તેમજ વિધાનસભા-૨૨ની ચૂંટણી બાદ કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા તથા બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા અને તત્કાલિન કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.આમ સૌના પ્રયત્નોથી મહી ઉદવહન સિંચાઈ યોજના ૮૫૨ કરોડના ખર્ચે મંજુર કરવામાં આવી છે.જેમાં કપડવંજ, કઠલાલ, બાલાસિનોર અને વીરપુરના તળાવો ભરવાની કામગીરી અંતર્ગત હાલ તળાવો ભરવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે.કપડવંજ તાલુકામાં નવા મુવાડા ગામનું થાંભલા તળાવ (પીપળીવાળું તળાવ) સહિત કુલ-૧૩૩ તળાવો અને ખડોલની સૈડક નદીનો સમાવેશ થાય છે.