અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરૂપૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણીમા પણ કહેવામાં આવે છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે મંગળાઆરતી બાદ ૭ઃ૦૦ વાગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું ગુરૂપૂજન કર્યું હતું. ત્યારબાદ વડતાલ મંદિરના સભામંડપમાં ભક્તો ધ્વારા કિર્તન આરાધના કરવામાં આવી હતી. સવારે ૮ઃ૩૦ કલાકે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સાથે સભામંડપમાં પધાર્યા હતા. જ્યાં સંપ્રદાયના વિદ્વાન કથાકાર નિત્યસ્વરૂપ સ્વામીનું આચાર્ય મહારાજે ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. ગુરૂપૂર્ણીમા મહોત્સવના યજમાન તૃષારભાઈ નવનીતભાઈ પટેલે કથાના વક્તા નિત્યસ્વરૂપ સ્વામીનું પૂજન કર્યું હતું.
વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતસ્વામીએઆર્શીવચન પાઠવતાજણાવ્યું હતું કે, આગામી સમયમાં વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે સૌ ભક્તોએ પોતાને મળે તે નાની-મોટી સેવાઓ હર્ષભેર સવીકારી લઈ શ્રી હરિકૃષ્ણ મહારાજનો રાજીપોપ્રાપ્ત કરી લેવો. ત્યારબાદ વડતાલ, જુનાગઢ, ગઢડા ટ્રસ્ટીબોર્ડના સભ્યો તથા સંતોએ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કર્યું હતું. ગુજરાત સરકારના પ્રતિનિધિ અને મહેમદાવાદના ધારાસભ્ય તથા, નિત્યસ્વરૂપસ્વામી, વિષ્ણુસ્વામી,પ્રભુચરણ સ્વામી, હરિૐ સ્વામી તથા બાપુ સ્વામી, સત્સંગભૂષણ સ્વામીએ આચાર્યમહારાજશ્રીનું પૂજન કર્યું હતું. આ પ્રસંગેએસ.જી.વી.પી.ગુરૂકુળના બાલકૃષ્ણસ્વામીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ દેશ કે પરદેશમાંવિચરણ કરતા હોય પણ પોતાના સત્સંગીઓને આપણો છેડો મજબૂત રીતે વડતાલ સાથે જોડાઈ રહે તેમ કરવા જણાવ્યું હતું.
વડતાલ, ગઢપુર, જુનાગઢ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ અને સંતો મહંતોએ પૂજન કર્યું. સત્સંગનાશ્રેષ્ઠીઓ અને સંતો મહંતોએ પણ વર્તમાન ગાદીપતિ પ.પૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનું શ્રદ્ધા સાથે પૂજન કર્યું. ગાદીસ્થાન પરથી આશીર્વાદ આપતા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, આપણે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવો. મહાપ્રલયજવે કષ્ટમાં પણ ભગવાન અને ભગવાનના વચનને છોડવા નહીં. ઈષ્ટદેવે આપેલા છ મંદિર – દેવ – આચાર્ય – સંત – હરિભગતનો આશ્રય રાખવો. કડવી વાત પણ કરવી સાંભળવી; એ સત્સંગના નિરાયમ જીવન માટે જરૂરી છે. ધર્મવંશી આચાર્યની પણ ફરજ શ્રીહરિએ નક્કી કરેલી છે; આપણે સહુએ શુદ્ધ સત્સંગ રાખીને ભગવાન ભજવા છે; સમજણ દ્રઢ કરીને વર્તવું.
વડતાલ મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજને સોનાના વાઘા ધરાવાયા. આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે શ્રીહરિકૃષ્ણ મહારાજને સોનાના વાઘા ધરાવવામાં આવ્યાં હતા.
જેના હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર મહોત્સવની વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવક યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી, એમ વડતાલ મંદિર દ્વારા જાણવા મળેલ છે.