સુપ્રીમ કોર્ટે વધુ એક કેસમાં અરવિંદ કેજરીવાલ સરકારને રાહત આપતા એલજી વીકે સક્સેનાને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને યમુના કાયાકલ્પ પ્રોજેક્ટ પર ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાના NGTના આદેશ પર રોક લગાવી દીધી હતી. કેજરીવાલ સરકારે NGTના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
Supreme Court stays an order of the NGT appointing Lieutenant Governor Vinai Kumar Saxena as the Chairperson of a high-level committee on the Yamuna rejuvenation project. pic.twitter.com/aR18uDMooM
— ANI (@ANI) July 11, 2023
AAPએ રોક લગાવવાની માંગ કરી હતી
આમ આદમી પાર્ટીની સરકારે NGTના આદેશ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે તેનાથી બે સત્તાવાળાઓ વચ્ચે વધુ સંઘર્ષ થશે. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાએ કેજરીવાલ સરકારની અરજી પર વચગાળાનો આદેશ આપતાં NGTના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. સંક્ષિપ્ત સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે NGTના 9 જાન્યુઆરીના આદેશના તે ભાગ પર જ સ્ટે મૂકી રહી છે જેમાં એલજીને યમુના પેનલના વડા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.