ક્રિકેટ એશોસિએશન ઓફ બંગાળ (કૈબ ) ના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીએ ઈડન ગાર્ડન્સમાં થનારી આગામી આઈસીસી વિશ્વ કપ મેચની ટિકિટની કિંમતો બાબતે જાહેરાત કરી હતી. ગયા મહિને ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI)અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC) એ 5 ઓક્ટોબરના રોજ શરુ થતી એક દિવસીય વિશ્વ કપનો કાર્યક્રમનું અનાવરણ કર્યુ હતું.
આગામી 5 ઓક્ટોબરના રોજ એક દિવસીય વર્લ્ડ કપની મેચ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવાની છે. એક સેમીફાઈનલ સહિત કુલ 5 મેચ આ સ્ટેડિયમમાં રમાશે. જેમા સેમીફાઈનલ મેચ અને ભારત -દક્ષિણ આફ્રિકાની મેચ માટે 900 રુપિયા ટિકિટ રાખવામાં આવી છે. જ્યારે ડી અને એચ બ્લોકની ટિકિટની કિંમત 1500 રુપિયા રાખવામાં આવી છે. અને સી અને કે બ્લોકની ટિકિટની કિંમત 2500 રુપિયામા મળી રહશે. બંગાળ ક્રિકેટ એશોશિએશને સોમવારના રોજ કહ્યુ હતું કે, બી અને એલ બ્લોકની ટિકિટનું વધુમાં વધુ કિંમત 3000 રુપિયા નક્કી કરવામાં આવ્યા છે.
બાગ્લાંદેશ -પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ- પાકિસ્તાન મેચની ટિકિટ 800થી 2200 રુપિયા
બાંગ્લાદેશ -પાકિસ્તાનની મેચ 31 ઓક્ટોબરના રોજ અને ઈંગ્લેન્ડ- પાકિસ્તાનની મેચ 12 નવેમ્બરના રોજ મેચની ટિકિટના ભાવ 800 રુપિયા રાખવામાં આવશે. જ્યારે ડી અને એચ બ્લોકની ટિકિટની કિંમત 1200 રુપિયામાં મળી રહેશે. અને સી અને કે બ્લોકની ટિકિટની કિંમત 2000 રુપિયા રાખવામાં આવી છે. તેમજ બી અને એલ બ્લોકની ટિકિટ 2200 થી વધારે કિંમતમાં મળી રહેશે.