ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ. રાવલનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષી દ્વારા તા.૧૧/૦૭/૨૦૨૩ ના રોજ “વિશ્વ વસતી દિન” નિમિતે જે એન્ડ જે કોલેજ નડિયાદ ખાતે તથા તાલુકા હેલ્થ ઓફીસ નડિયાદનાં સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહોળેલ ખાતે કાનૂની શિક્ષણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં જે એન્ડ જે કોલેજ નડિયાદ ખાતે વિધાર્થીઓને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદના ડેપ્યુટી લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલ ભાવિન કા.પટેલ તથા પેરા લીગલ વોલન્ટીયર આર આર. સોલંકી દ્વારા વિધાર્થીઓને વધતી વસતી એક ગંભીર સમસ્યા તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિશે વિસ્તુત માહિતી અને સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમોમાં જે એન્ડ જે કોલેજ નડિયાદ ખાતે આચાર્ય એ એમ. પટેલ, પ્રાધ્યાપકગણ સહિત કુલ ૩૨૦ જેટલાં લોકોએ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહોળેલ ખાતે આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ, સામાજિક આગેવાનો અને નાગરિકો સહિત કુલ-૬૦ જેટલાં લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમોને સફળ બનાવ્યાં હતાં.