ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:35 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 42 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. ‘ચંદ્રયાન-3’ મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે અગાઉ GSLV MK-III તરીકે ઓળખાતું હતું. સ્પેસ એજન્સી ઈસરોએ આ રોકેટ વડે ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું.
#Chandrayan3 #Chandrayan #Chandrayaan3Launch #Chandrayan #isroindia #ISROTeam #isro @isro @BJP4India @BJP4Gujarat @PMOIndia @narendramodi pic.twitter.com/MK56DloVCH
— One India News (@oneindianewscom) July 14, 2023
ચંદ્રયાન-3 ‘ફેટ બોય’ લઈ જશે
ISROનો મહત્વાકાંક્ષી ચંદ્રયાન 3 પ્રોજેક્ટ LVM3M4 રોકેટ દ્વારા હાથ ધરવામાં આવશે, જેને GSLVMK3 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોકેટને ઈસરોમાં ‘ફેટ બોય’ પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં, આ રોકેટનું નામ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે રાખવામાં આવ્યું છે.
#WATCH | ISRO team monitors the progress of Moon mission Chandrayaan 3 at Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/wZDI3ppX8b
— ANI (@ANI) July 14, 2023
ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે
ચંદ્રયાન 3નું પ્રક્ષેપણ ત્રીજા અને અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. હવે ક્રાયોજેનિક એન્જિન શરૂ થઈ ગયું છે અને ચંદ્રયાન સાથે આગળ વધી રહ્યું છે.
#WATCH | Sriharikota: People watch as the countdown for the launch of the Chandrayaan 3, India's 3rd lunar exploration mission begins. Launch is scheduled for 2:35 pm IST pic.twitter.com/WuuVmTLoaa
— ANI (@ANI) July 14, 2023
ચંદ્રયાનના પ્રક્ષેપણ સમયે હાજર આ લોકો
વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ મુખ્ય અતિથિ તરીકે શ્રીહરિકોટાના સતીશ ધવન સેન્ટર પહોંચ્યા છે. આ ઉપરાંત, ચંદ્રયાન 3 ના લોન્ચિંગ સમયે પૂર્વ ઇસરો ચીફ રાધાકૃષ્ણન, કે સિવાન અને એએસ કિરણ કુમાર પણ હાજર છે.
ચંદ્રયાન 3ના લોન્ચિંગને જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા
ચંદ્રયાનના પ્રક્ષેપણને જોવા માટે હજારો લોકો પહોંચી ગયા છે. તમામ એન્જિનમાં ઇંધણ ભરવામાં આવ્યું છે. ઈસરોની ટીમ પ્રોગ્રામ્સ અને સોફ્ટવેરની તપાસ કરી રહી છે. ચંદ્રયાન 3 હવેથી ટૂંક સમયમાં લોન્ચ થશે.
ભાજપના નેતા તેમજેન ઈમ્ના અલોંગે ચંદ્રયાન-3ના લોન્ચિંગ પર અમિતાભ બચ્ચનનો એક વીડિયો શેર કર્યો છે.
Goosebumps न आए तो मुझे बताना !
It's all about #Chandrayaan3 pic.twitter.com/WA5IHp2scO
— Temjen Imna Along (@AlongImna) July 14, 2023
વીડિયોમાં અમિતાભ બચ્ચન કહે છે, ચાંદ પે પાંવ જમાના હૈ, સૂરજ સે આંખ મિલાના હૈ, એક નયા સવેરા લાના હૈ, સંકલ્પ નયા દોહરાના હૈ, ન ઠહેરા થા, ન ઠહેરા હૂં, મેં નયે ભારત કા ચહેરા હૂં…
14 જુલાઈ સુવર્ણ અક્ષરોમાં લખાશે
PM મોદી PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, જ્યાં સુધી ભારતના અવકાશ ક્ષેત્રની વાત છે, 14 જુલાઈ, 2023 હંમેશા સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. અમારું ત્રીજું ચંદ્ર મિશન, ચંદ્રયાન-3, તેની યાત્રા પર નીકળશે. આ નોંધપાત્ર મિશન આપણા રાષ્ટ્રની આશાઓ અને સપનાઓને આગળ વધારશે.
ચંદ્ર પર ઉતરાણમાં ફેરફાર થઈ શકે છે
ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણ 23-24 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સૂર્યોદયની સ્થિતિને જોતા તેમાં ફેરફાર થઈ શકે છે. જો સૂર્યોદયમાં વિલંબ થાય છે, તો ISRO ઉતરાણનો સમય વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં કરી શકે છે.
ચંદ્રયાન-3માં મહિલાઓનું મહત્વનું યોગદાન
ચંદ્રયાન-3 મિશનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ યોગદાન આપ્યું હતું. ISROના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘ચંદ્રયાન-3 મિશન પર લગભગ 54 મહિલા એન્જિનિયર્સ/વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. તેઓ વિવિધ કેન્દ્રો પર કામ કરતી વિવિધ સિસ્ટમોના સહયોગી અને નાયબ પ્રોજેક્ટ ડિરેક્ટર અને પ્રોજેક્ટ મેનેજર છે.
‘ચંદ્રયાન-3’ની સફળતાથી દેશમાં અવકાશ વિજ્ઞાનના વિકાસની શક્યતાઓ વધશે – નામ્બી નારાયણન
ભારતના મહત્વાકાંક્ષી સ્પેસ પ્રોગ્રામ ‘ચંદ્રયાન-3’ પહેલા ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણને કહ્યું હતું કે તેના સફળ ‘સોફ્ટ લેન્ડિંગ’ સાથે ભારત આ સિદ્ધિ હાંસલ કરનારો ચોથો દેશ બનશે અને તેનાથી દેશમાં અવકાશ વિજ્ઞાનના વિકાસની શક્યતાઓ વધશે. તેમણે કહ્યું કે આનાથી ભારતને વૈશ્વિક અવકાશ વ્યવસાયમાં તેનો હિસ્સો વધારવામાં પણ મદદ મળશે. હાલમાં, 600 અબજ ડોલરના અવકાશ ઉદ્યોગમાં ભારતનો હિસ્સો માત્ર 2 ટકા છે. ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે કહ્યું કે ભારત હવે ટેક્નોલોજીના વિકાસમાં ખાનગી ભાગીદારીને આમંત્રિત કરી રહ્યું છે, તેથી આ ક્ષેત્રમાં વધુ સ્ટાર્ટઅપ્સના પ્રવેશનો અવકાશ પણ વધશે.
આ મિશન ભારતની આકાંક્ષાઓને નવું આકાશ આપશે – રાજનાથ સિંહ
आज का यह दिन, भारतीय इतिहास में एक विशेष महत्व का है। मिशन चंद्रयान-3 की लांचिंग, नये भारत की आकांक्षाओं को नया आकाश देने जा रही है।
इस मिशन में हमारे देश के वैज्ञानिकों की वर्षों की मेहनत, लगन, समर्पण और प्रतिबद्धता जुड़ी हुई है।यह मिशन सफल हो, इसके लिए @ISRO की पूरी टीम को… pic.twitter.com/apkrE7qwF3
— Rajnath Singh (@rajnathsingh) July 14, 2023
ચંદ્રયાન-3ના લોન્ચિંગ પહેલા PM મોદીનો ખાસ સંદેશ
“Hopes and dreams of our nation,” PM Modi’s best wishes ahead of Chandrayaan-3 launch
Read @ANI Story | https://t.co/Wq5GuZndDc#ISRO #Chandrayaan3 #PMModi pic.twitter.com/8CTSk740Tn
— ANI Digital (@ani_digital) July 14, 2023
PM મોદીએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ( ISRO)ના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી. ઈસરોની ટીમને શુભેચ્છા પાઠવતા મોદીએ લખ્યું, ‘ચંદ્રયાન-3 મિશન માટે શુભેચ્છાઓ! હું તમને બધાને આ મિશન માટે શુભકામના પાઠવું છુ. આ તમને બધાને ખૂબ ગર્વ અપાવશે. PM એ કહ્યું કે ‘આપણા વૈજ્ઞાનિકોનો આભાર, અવકાશ ક્ષેત્રે ભારતનો ઈતિહાસ ઘણો સમૃદ્ધ છે’.
આજનો દિવસ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે -કેજરીવાલ
કેજરીવાલે સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યુ કે આજે દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.
आज देश के लिए बेहद महत्वपूर्ण दिन है। चंद्रयान-3 मिशन के द्वारा भारत एक बार फिर चांद पर कदम रखने की कोशिश करेगा। इस मिशन से जुड़े सभी वैज्ञानिकों को और भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (ISRO) की पूरी टीम के साथ-साथ और समस्त देशवासियों को अनंत शुभकामनाएँ। उम्मीद है कि हम शीघ्र ही… https://t.co/3JfEHmkxRm
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 14, 2023
ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન ચાલુ છે
#WATCH | Over 200 schools students arrive at Satish Dhawan Space Centre in Sriharikota, Andhra Pradesh to watch the launch of #Chandrayaan3
"…I feel very confident, I want to become an astronaut like Kalpana Chawla. I am excited..," says a student, Subhashini.
A teacher,… pic.twitter.com/hbJmpgjKWn
— ANI (@ANI) July 14, 2023
ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન ચાલુ છે. ચંદ્રયાન-3 2 કલાક પછી લોન્ચ થશે. પ્રક્ષેપણ જોવા માટે 237 શાળાના બાળકો ઈસરોની સાઈટ પર પહોંચી ગયા છે. મીડિયા કવરેજ માટે 200 પત્રકારો પણ પહોંચ્યા છે.
લોન્ચની તૈયાર પૂર્ણ
ચંદ્રયાન-3ના પ્રક્ષેપણની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શ્રીહરિકોટામાં તાપમાન 32 ડિગ્રી છે. આકાશ પણ સ્વચ્છ છે.
ચંદ્રયાનના લિક્વિડ એન્જિનમાં ઇંધણ ભરવાનું પૂર્ણ થયું
ઈસરોએ જણાવ્યું કે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં ચંદ્રયાન 3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. L110 સ્ટેજ (લિક્વિડ એન્જિન)નું રિફ્યુઅલિંગ પૂર્ણ થયું છે. C25 સ્ટેજ (ક્રાયોજેનિક એન્જિન)નું રિફ્યુઅલિંગ શરૂ થઈ રહ્યું છે.
16 મિનિટમાં પૃથ્વીની બાહ્ય ભ્રમણકક્ષામાં પહોંચી જશે
ક્રાયોજેનિક એન્જિન શરૂ થયા બાદ રોકેટની ગતિ 36,968 કિમી પ્રતિ કલાકની રહેશે. પ્રક્ષેપણની 16 મિનિટ પછી, તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે અને ધીમે ધીમે તેની ભ્રમણકક્ષામાં વધારો કરશે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.
મૂન મિશન ચંદ્રના રહસ્યો જાહેર કરશે
આ મિશનનું પહેલું લક્ષ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ છે. બીજો ટાર્ગેટ રોવરને ચંદ્રની સપાટી પર ફરવાનું છે અને ત્રીજું લક્ષ્ય રોવર પાસેથી મળેલી માહિતીના આધારે ચંદ્રના રહસ્યો ખોલવાનું છે.
આ વખતે લેન્ડરમાં માત્ર ચાર એન્જિન, પાંચમું હટાવી દીધું
આ વખતે લેન્ડરના ચાર ખૂણા પર ચાર એન્જીન (થ્રસ્ટર્સ) હશે, પરંતુ છેલ્લી વખત વચ્ચેનું પાંચમું એન્જિન હટાવી દેવામાં આવ્યું છે. આ સિવાય ફાઈનલ લેન્ડિંગ બે એન્જિનની મદદથી જ કરવામાં આવશે, જેથી બે એન્જિન ઈમરજન્સીમાં કામ કરી શકે.
ચંદ્રયાન-3 મિશન શું છે?
ચંદ્રયાન-3 મિશન એ ચંદ્રયાન-2 મિશનનું ફોલો-અપ મિશન છે જે વર્ષ 2019માં ચાલ્યું હતું. જેમાં લેન્ડર અને રોવરનું સોફ્ટ લેન્ડિંગ સપાટી પર ચાલતું જોવા મળશે. ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લગભગ 40 દિવસ પછી એટલે કે 23 કે 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતાં રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા, ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે, માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે.
#Chandrayaan3 | Countdown progressing at SDSC-SHAR, Sriharikota. Propellant filling in the L110 stage is completed. Propellant filling in the C25 stage is commencing, ISRO says pic.twitter.com/NH9S2XCNPc
— ANI (@ANI) July 14, 2023