ઉત્તરાખંડમાં એક આવુ જ મંદિર આવેલુ છે જે ઘણા રહસ્યોથી ભરાયેલુ છે. ભક્તો માટે આ મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક વખત જ ખુલે છે. આ સમય રક્ષાબંધનનો હોય છે, જ્યારે ભક્ત આ ચમત્કારી મંદિરમાં ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરે છે.
વર્ષમાં માત્ર એક વખત જ ખુલે છે મંદિરના કપાટ
વંશી નારાયણનું આ અનોખુ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરના કપાટ માત્ર રક્ષાબંધનના અવસરે જ ખુલે છે, જ્યાં મહિલાઓ અને યુવતીઓ પોતાના ભાઈ પહેલા ભગવાન વંશી નારાયણ મંદિરને રાખડી બાંધે છે. માન્યતા અનુસાર રક્ષાબંધનના દિવસે વંશી નારાયણ મંદિરમાં જે પણ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે તેમને સુખ, સંપત્તિ અને સફળતાના આશીર્વાદ મળે છે. સાથે જ તેમના ભાઈઓ પર પણ ક્યારેય કોઈ સંકટ આવતુ નથી. સૂર્યોદય સાથે મંદિરના કપાટ ખુલે છે અને સૂર્યાસ્ત બાદ આને આખા વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.
બંસી નારાયણ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર, ભગવાન વિષ્ણુ પોતાના વામન અવતારથી મુક્ત થયા બાદ સૌથી પહેલા ત્યાં પ્રગટ થયા હતા. કહેવાય છે કે આ સ્થળ પર દેવ ઋષિ નારદે પ્રભુ નારાયણની પૂજા-અર્ચના કરી હતી. માનવામાં આવે છે કે નારદ જી વર્ષના 364 દિવસ વિષ્ણુજીની પૂજા કરે છે અને એક દિવસ માટે જતા રહે છે, જેથી લોકો પૂજા કરી શકે. આ જ કારણોસર ત્યાં લોકોને માત્ર એક દિવસ જ પૂજા કરવાનો અધિકાર મળેલો છે. મંદિરની પાસે એક ભાલૂ ગુફા પણ આવેલી છે, જ્યાં ભક્ત પ્રસાદ બનાવે છે. કહેવાય છે કે આ દિવસે ત્યાં દરેક ઘરમાંથી માખણ આવે છે અને આને પ્રસાદમાં મેળવીને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે.
રક્ષાબંધનનું મહત્વ
રક્ષાબંધન માત્ર એક તહેવાર નહીં પરંતુ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને લાંબા આયુષ્યની કામના કરે છે. ભાઈ પણ આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટ 2023એ મનાવવામાં આવશે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રા કાળ રહેશે તો બહેનો પોતાના ભાઈને રાખડી 30 ઓગસ્ટે રાત્રે 09.01 થી 31 ઓગસ્ટ સવારે 07.05 મિનિટ સુધી બાંધી શકે છે.