વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા આજે સમગ્ર દેશભરમાં ધરણાં પ્રદર્શન કરી વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ નાં કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટર કચેરી બહાર ધરણાં પ્રદર્શન કરી હરિયાણાના મેવાત માં ધાર્મિક યાત્રા પર થયેલ હુમલા ના વિરોધમાં ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ ધારણા કાર્યક્રમમાં કાર્યકરો દ્વારા ભજન, રામ ધૂન અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. અને કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી કે હુમલા કરનાર અસામાજીક તત્વોની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને બીજી વાર કોઈ આવું દુ:સાહસ કરવાની હિંમતના કરી શકે.
તાપી જિલ્લા કલેકટર કચેરી બહાર ધરણાં પ્રદર્શનના કાર્યક્રમમાં વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના મોટી સંખ્યામાં જિલ્લા અને નગરનાં કાર્યકરો અને સામાજિક આગેવાનો જોડાયા હતા.