દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓને પત્ર લખીને દિલ્હી સર્વિસ બિલ પર આભાર માન્યો હતો.
दिल्ली के मुख्यमंत्री और AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल (@ArvindKejriwal) ने दिल्ली सर्विस बिल पर समर्थन के लिए सभी नेताओं को धन्यवाद करते हुए चिट्ठी लिखी
केजरीवाल ने राहुल गांधी, मलिकार्जुन खरगे, नीतीश कुमार, उद्धव ठाकरे, ममता बनर्जी, शरद पवार, एम के स्टालिन, हेमंत… pic.twitter.com/zC5V3RQpp8
— Sharad Sharma (@sharadsharma1) August 9, 2023
કેજરીવાલે પૂર્વ PM ડૉ. મનમોહન સિંહનો પણ આભાર માન્યો
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીને સહિત અનેક નેતાઓને પત્ર લખ્યો છે, જેમા તેમણે દિલ્હી સર્વિસ બિલ પર સંસદમાં સમર્થન આપવા બદલ નેતાઓનો આભાર માન્યો હતો. અરવિંદ કેજરીવાલે પત્રમાં કહ્યું છે કે GNCTD એમેન્ડમેન્ટ બિલ 2023ની વિરુદ્ધ મતદાન કરવા માટે તેમની પાર્ટીને સમર્થન આપવા બદલ દિલ્હીના 2 કરોડ લોકો વતી હું તમારો આભાર વ્યક્ત કરુ છું. આ સિવાય દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું સંસદની અંદર અને બહાર દિલ્હીના લોકોના અધિકારનો અવાજ મજબૂત રીતે ઉઠાવવા બદલ હું તમારી હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે બંધારણના સિદ્ધાંતો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દાયકાઓ સુધી યાદ કરવામાં આવશે. દિલ્હી સીએમ કેજરીવાલે રાહુલ ગાંધી, મલિકાર્જુન ખડગે, નીતિશ કુમાર, ઉદ્ધવ ઠાકરે, મમતા બેનર્જી, શરદ પવાર, એમકે સ્ટાલિન, હેમંત સોરેન, કેસીઆર સહિત અન્ય વરિષ્ઠ નેતાઓને પત્રો લખ્યો હતો. આ સિવાય તેમણે પૂર્વ PM ડૉ. મનમોહન સિંહ અને જેએમએન નેતા શિબુ સોરેનનો વિશેષ આભાર માનતો પત્ર લખ્યો, જેઓ ખૂબ જ બીમાર હોવા છતાં લોકશાહી બચાવવાની લડાઈમાં જોડાયા હતા.
અરવિંદ કેજરીવાલ વિપક્ષી ગઠબંધનમાં જોડાયા છે
કોંગ્રેસ સરકાર સામે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવીને રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનમાં જોડાયા છે. INDIA નામથી બનેલા ગઠબંધનમાં કોંગ્રેસ અને AAP સહિત 26 પક્ષો છે. જો કે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પહેલાથી જ કોંગ્રેસ પાસેથી સમર્થન મેળવ્યું છે. તેમણે કોંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં પ્રથમ વખત સરકાર બનાવી હતી જે માત્ર 49 દિવસ જ ચાલી શકી હતી. AAPએ દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને ગુજરાત, ગોવા સહિતના ઘણા રાજ્યોમાં તેનો વોટ શેર ઘટાડ્યો હતો.