મેક ઈન ઈન્ડિયાના સપનાને સાકારની વિઝન
આ વાતનો પુરાવો પણ સ્વતંત્રતા દિવસે જોવા મળ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ના સપનાને સાકાર કરીને દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાના માર્ગ પર કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે. આ વર્ષે 21 તોપોની સલામી માટે સ્વદેશી 105 એમએમ લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
#WATCH | Delhi | 105 mm Light Field Guns firing as part of the ceremonial salute today. This is the first time that these indigenous guns have been used for ceremonial firing at the #IndependenceDay celebrations.
(Video source: Indian Army officials) pic.twitter.com/Pf2mNaEtLX
— ANI (@ANI) August 15, 2023
વડાપ્રધાન મોદીએ 90 મિનિટનું આપ્યું ભાષણ
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી સતત 10મી વખત ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ પોતાના 90 મિનિટના ભાષણમાં અર્થવ્યવસ્થા, મણિપુર, પરિવારવાદ, તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર, નવી યોજનાઓ અને આગામી લોકસભા ચૂંટણી વિશે વાત કરી અને પોતાના કાર્યકાળના 10 વર્ષનો હિસાબ આપ્યો અને આગામી 1000 વર્ષના સપનાની વાત કરી હતી.