દેશમાં પરિવહન વ્યવસ્થાને સુધારવા માટે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે 100 શહેરોમાં ઈલેક્ટ્રિક બસ (Electric Bus) ચલાવવાનો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે આ માટે 57,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ અંતર્ગત દેશભરમાં 10,000 નવી ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે.
દેશભરમાં 10,000 નવી ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે
અનુરાગ ઠાકુરે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ ઈ-બસ સેવાને મંજૂરી આપવામાં આવી છે. તેના પર રૂ. 57,613 કરોડનો ખર્ચ થશે. દેશભરમાં લગભગ 10,000 નવી ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, 57,613 કરોડમાંથી કેન્દ્ર સરકાર 20,000 કરોડ આપશે. 3 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે PPP (Public Private Partnership) મોડલ હેઠળ 10,000 નવી ઈલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે.
#WATCH | During a briefing on Union Cabinet decisions, Union Minister Anurag Thakur says "Out of Rs 57,613 crores, Rs 20,000 crores will be provided by the Central government. The scheme will cover cities with 3 lakhs and above population. Under this scheme, city bus operations… pic.twitter.com/hH6ZnAjaNC
— ANI (@ANI) August 16, 2023
આ યોજના 10 વર્ષ સુધી ચાલશે
અનુરાગ ઠાકુરે કહ્યું કે જૂની બસોના ભંગાર માટે તે શહેરોને વધારાની બસો આપવામાં આવશે. આ યોજના 10 વર્ષ સુધી ચાલશે. આ યોજના શહેરોમાં ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપશે. અનુરાગ ઠાકુરના મતે, આ યોજના એવા શહેરોને પ્રાથમિકતા આપશે જ્યાં વ્યવસ્થિત પરિવહન સેવાનો અભાવ છે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે દેશમાં 3 લાખથી 40 લાખની વસ્તીવાળા 169 શહેરો છે અને આ કાર્યક્રમ માટે ચેલેન્જ મોડના આધારે 100 શહેરોની પસંદગી કરવામાં આવશે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ આ પસંદગીના શહેરોમાં ઈ-બસોનું સંચાલન કરવામાં આવશે.