એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી ગયો છે. આ વખતે નેહા ઠાકુરે વુમન્સ સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ભારત માટે એશિયન ગેમ્સમાં 12મો મેડલ છે. ભારતે બીજા દિવસના અંતે 2 ગોલ્ડ સહિત 11 મેડલ જીત્યા હતા. ભારતે એશિયન ગેમ્સ 2023માં પહેલા દિવસે 5 અને બીજા દિવસે 6 મેડલ જીત્યા હતા.
🥈🌊 Sailing Success!
Neha Thakur, representing India in the Girl's Dinghy – ILCA 4 category, secured the SILVER MEDAL at the #AsianGames2022 after 11 races⛵
This is India's 1️⃣st medal in Sailing🤩👍
Her consistent performance throughout the competition has earned her a… pic.twitter.com/0ybargTEXI
— SAI Media (@Media_SAI) September 26, 2023
બીજો મેડલ પણ સેલિંગમાં મળ્યો
ભારતને આજે બીજો મેડલ પણ સેલિંગમાં મળ્યો હતો. ઇબાદ અલીએ (Ibad Ali Won Bronze Medal) પુરુષોની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઇબાદ અલી ત્રીજા સ્થાને રહ્યો હતો. આ સાથે જ ભારત પાસે કુલ 13 મેડલ આવી ગયા છે. કોરિયાને ગોલ્ડ મેડલ અને થાઈલેન્ડને સિલ્વર મેડલ મળ્યો હતો. નેહા ઠાકુરે સેલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીતી ભારતનું ત્રીજા દિવસે ખાતું ખોલાવ્યું હતું.