આજે તમિલનાડુ (Tamil Nadu)માં રોજગાર મેળો યોજાયો હતો, જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપસ્થિત રહ્યા હતા. રોજગાર મેળાનો ઉલ્લેખ કરી સીતારામને કહ્યું કે, ઓક્ટોબર-2022થી આવા મેળાઓનું આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 10 લાખ લોકોને નોકરીના નિમણૂક પત્રો મળ્યા… તેમણે કહ્યું કે, જો બેંકમાં સેવા આપતા અને સીધા સંપર્કમાં રહેતા ઉમેદવારોને નોકરીની ઓફર મળે છે, તો તેમણે ગ્રાહકો સાથે સ્થાનિક ભાષા શીખવી જોઈએ… આજે વડાપ્રધાન દ્વારા દેશભરમાં 51000 નિમણૂક પત્રો આપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, મને માહિતી મળી છે કે, તમિનાડુના 553 લોકોને નોકરીના નિમણૂક પત્રો મળી રહ્યા છે.
Smt.Nirmala Sitharaman Hon. Minister of Finance and Corporate affairs distributed the appointment letters to newly selected candidates under the PM Rozgar Mela at Chennai.#RozgarMela @PMOIndia @devusinh @IndiaPostOffice @AshwiniVaishnaw pic.twitter.com/697OVFycMl
— Tamil Nadu Postal Circle (@cpmgtamilnadu) September 26, 2023
ઉમેદવારોની જ્યાં પોસ્ટિંગ કરાઈ છે, તે રાજ્યોની ભાષા શીખે…
રોજગાર મેળામાં સંબોધન દરમિયાન સીતારામને કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી પસંદ થયેલ ઉમેદવારો, જેમને વિવિધ રાજ્યોમાં ફરજ સોંપાઈ છે, તેઓ ત્યાંની સ્થાનિક ભાષા શીખે… આ દરમિયાન સીતારામણે ભારપુર્વક જણાવ્યું કે, જે ઉમેદવારોને નોકરીની ઓફર મળી છે, તેમણે કુશળતા વધારવી જોઈએ. તેમણે સુનિશ્ચિત કરવું જોઈએ કે, કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડીએ… સીતારામને કાર્યક્રમ દરમિયાન તમિલનાડુમાં નોકરીની ઓફર માટે પસંદ થયેલ 553 ઉમેદવારોમાંથી 156 લોકોને નિમણૂક પત્રો આપ્યા.