દાહોદ શહેરમાં ભૌતિક વિકાસનાકામોમાં વૃક્ષોનું મોટા પાયે છેદન થઈરહ્યું છે. જેને લીધે પ્રદૂષણ અનેઓક્સિજનના લેવલ પર અસર વર્તાઈછે. ‘શહેરી વન’ એ શહેરોના ફેફસાં છે,જે ઓક્સિજન બેંક અને કાર્બન શોષકોતરીકે કામ કરે છે. ત્યારે દાહોદ શહેરમાંગ્રીનકવર વધારવા માટે જાપાનીઝમિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાંઆવ્યો છે. દાહોદ શહેરથી પાંચ કિમીદૂર અમદાવાદ-ઇન્દોર હાઇવે 59નેઅડીને આરોગ્ય વન પાસે કાળીતળાઇવન વિભાગ દ્વારા અનામત જંગલનીજમીનના 2.0 હેક્ટર વિસ્તારમાં આવન ઉભુ કરવા માટેની કામગીરીનોપ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
દાહોદડીએફઓ આર.એમ પરમારે જણાવ્યુહતું કે, અહીં ગાઢ જંગલ ઉભું કરવા માટે20 હજાર વિવિધ પ્રજાતિના વૃક્ષો સાથેદાહોદ વિસ્તારમાં થતાં 74થી વધુજાતના વૃક્ષોનું વાવેતર કરાયું છે.દાહોદને વનાચ્છાદિત કરવા અનેલોકોમાં વન તેમજ વન્ય પ્રાણીઓ પ્રત્યેજાગૃતિ ફેલાય તે માટે બારિયા વનવિભાગ દ્વારા કામગીરી કરાઇ રહી છે.અહીંના આરોગ્ય વનમાં રજાઓમાં700થી 800 લોકો મુલાકાત લઇ રહ્યાછે. ત્યારે આ જંગલમાં નવા પ્રાકૃતિકનજરાણા તરીકે ઉમેરાવા જઇ રહ્યુ છે.
મૂળિયા સ્થપાયા બાદ 2 થી 3 વર્ષસુધી પાણી આપતા રહેવું પડે છે
એકવાર મૂળિયાં સ્થપાઈ ગયા બાદ, જંગલનું ઉપર તરફ વધવાનું શરૂ થઇજાય છે. ત્યારબાદ બે થી ત્રણ વર્ષ સુધી પાણી આપતા રહેવું પડે છે. તેદરમિયાન ઉગી નીકળેલા નકામાં ઘાસને કાઢી નાખવામાં આવે છે. જેથીવૃક્ષોના વિકાસમાં અવરોધ પેદા ન થાય. જેમ-જેમ જંગલ વધતું જાય છેતેમ-તેમ સૂર્યપ્રકાશ રોકાતો જાય છે. અંતે, જંગલ એટલું ગાઢ બની જાય છે કેસૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી શકતો નથી અને નકામું ઘાસ ઉગવાનું બંધ થઇજાય છે. આ સ્તરે, જંગલ પાણીના દરેક ટીપાનું સંરક્ષણ કરે છે અને તેનેવરાળ બનીને વાતાવરણમાં ભળતાં અટકાવે છે તથા ભેજ પાછો મેળવે છે.
આ પદ્ધતિથી વૃક્ષોનું પ્લાન્ટેશનકેવી રીતે કરવામાં આવે છે
“મિયાવાકી’ પદ્ધતિમાં સર્વપ્રથમ જમીનને ચકાસવામાં આવે છે. જોતેમાં માટીના કણ નાના હોય, તો તે સખત બની ગયેલી હોય છે,જેમાં પાણી ઉતરી શકતું નથી. તે માટે જમીનમાં બેઝ જળવાઇ રહેતે માટેની પદ્ધતિનો ઉપયોગ કરાય છે. છોડને વધવા માટે પાણી,સૂર્યપ્રકાશ અને પોષકતત્વોની જરૂર હોય છે. શરૂઆતમાં રોપાવાવીને ગરમીમાં ભેજ જાળવી રાખવા લીલા ઘાસનું પાતળું સ્તરપણ પાથરવામાં આવે છે.ભેજને લીધે જમીન નરમ રહેતાં મૂળજમીનમાં સરળતાથી તથા ઝડપથી પ્રસરી શકે છે.
શું છે મિયાવાકી
કીરા મિયાવાકી એક જાપાનીઝબોટનિસ્ટ છે જેમણે વૃક્ષોવાવવાની નવી ટેક્નિક વિકસાવીછે. જેમાં જમીનમાં દેશી જાતનાંવૃક્ષો એકબીજાથી ખૂબ નજીકનજીક વાવવામાં આવે છે. જેથીએકદમ ગીચ જંગલ તૈયાર થાયછે. અને એમાં ઝાડને સૂર્યપ્રકાશફક્ત ઉપરની તરફથી જ મળે છેઅને એ લાંબાં ઉપરની તરફ જવધતાં જાય છે. આ કારણસરજંગલ 30 ટકા વધુ ગીચ બને છેઅને 10 ગણું જલદી ઊગે છેઅને ફક્ત 3 વર્ષની અંદરમેઇન્ટેનન્સ ફ્રી બની જાય છે.