ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે સાતમો દિવસ છે, ત્યારે હમાસે શરૂ કરેલું યુદ્ધ તેને જ ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હુમલા બાદ ઈઝરાયેલી સેના પણ આક્રમક જવાબ આપી રહ્યું છે. સેના આતંકવાદીઓનો ખાતમો બોલાવવા અને બંધકોને છોડાવવા તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે સેનાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ‘ખતરનાક ઓપરેશન’ વીડિયો જારી કર્યો છે. વીડિયોમાં સેનાએ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ એક સફળ ઓપરેશન કર્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
״שייטת, שייטת, תישארו בבונקר, אנחנו באים!״ לוחמי שייטת 13 בקרב על מוצב סופה
כוחות יחידת שייטת 13 בסדיר ובמילואים הוזנקו במסוקים תוך זמן קצר עם הגעת הדיווחים על החדירה בגבול עזה בשבת בבוקר וחברו לכוחות הלוחמים בשטח למאמץ משותף.
הכוחות החלו בלחימה ביישובי העוטף ובים במקביל>> pic.twitter.com/dSQTqqj2yr
— צבא ההגנה לישראל (@idfonline) October 12, 2023
ઓપરેશનમાં 60થી વધુ આતંકવાદી ઠાર
વીડિયોમાં એક ડઝનથી વધુ સૈનિકો લોકેશન મુજબના ઈમારતમાં જતા પહેલા ઘણી ઈમારતોની અંદર જતા જોવા મળી રહ્યા છે. સૈનિકો હમાસ સરહદ ચોકીની પાછળથી ફાયરિંગ કરતા અને ગ્રેનેડ ફેંકતા જોવા મળે છે. ઘર્ષણ દરમિયાન સૈનિકોએ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલ 60થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા અને લગભગ 250 બંધકોનો સુરક્ષિત બચાવ્યા. આઈડીએફએ વધુમાં કહ્યું કે, હમાસના દક્ષિણી નૌસેનિક બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડર મુહમ્મદ અબૂ અલી સહિત 26 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી.
ગાઝામાં 1537નાં મોત, 6000થી વધુ ઘાયલ
દરમિયાન ઈઝરાયલી સેનાએ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ગાઝાના 1537 લોકોને મોતને ઘાટ ઉતારી દીધાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે ઈઝરાયલમાં 1300થી વધુ લોકોના મોતના અહેવાલ છે, જેમાં 222 જેટલાં ઈઝરાયલી સૈનિકો સામેલ છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે તેની માહિતીમાં જણાવ્યું કે, ઈઝરાયલી હવાઈ હુમલામાં 500 બાળકો અને 276 મહિલાઓ સહિત 1537 પેલેસ્ટિનીઓ માર્યા ગયા હતા અને 6612 ઘવાયા હતા. માર્યા ગયેલા લોકોમાં હમાસના (Hamas) નાણાકીય બાબતોના પ્રમુખ અબુ શામલા, એક અન્ય વરિષ્ઠ નેતા અને ત્રણ પત્રકારો પણ સામેલ હતા.
સીરિયા-લેબેનોન સામે પણ ઈઝરાયલનો મોરચો
બીજી બાજુ લેબેનોનમાં સંચાલિત હિઝબુલ્લાહ સંગઠન તથા સીરિયા સાથે ઈઝરાયલની માથાકૂટ વધી ગઈ છે. હવે તેની સામે યુદ્ધના ત્રણ મોરચા થઈ ગયા છે અને તે ત્રણેય મોરચો લડત આપી રહ્યું છે. સીરિયામાં જ ઈઝરાયલે દમાસ્કસ અને એલેપ્પો શહેરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવતાં રોકેટ હુમલા કર્યા હતા. તેમાં એક રન-વેને નુકસાન થયાના અહેવાલ મળ્યાં છે. સીરિયા ઈરાનનો સહયોગી દેશ મનાય છે.