પ્રયાગરાજમાં ઈન્ડિયન એરફોર્સના હોલિકોપ્ટરનું આજે ઈમરજન્સી લેન્ડિંગ થયુ હતું. ચેતક હેલિકોપ્ટરનું હોલાગઢ વિસ્તારના ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતું. એરફોર્સે પણ ઈમરજન્સી લેન્ડિંગની પુષ્ટિ કરી છે. હેલિકોપ્ટરનું ખેતરમાં લેન્ડિંગ થતાં ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. હોલિકોપ્ટરમાં સવાર એરફોર્સના પાયલટ એકદમ સુરક્ષિત છે. એરફોર્સ ઝોનના પ્રવક્તા સમીર ગંગાખેડકરે જણાવ્યું કે, પાયલટ અને હેલિકોપ્ટરને કોઈ નુકશાન નથી પહોંચ્યું.
#WATCH | One Chetak helicopter of the IAF, on a routine training mission, carried out a safe precautionary landing at 1040 AM at Holagadh near Prayagraj, Uttar Pradesh. No injuries were reported. The helicopter was flown back to the base after providing necessary technical… https://t.co/CgWcsjrBXQ pic.twitter.com/8pfE8gydVl
— ANI (@ANI) October 14, 2023
એરફોર્સના હોલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે હોલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતું. ઘટના સ્થળ પર ભારે સંખ્યામાં પહોંચેલી પોલીસે લેન્ડ કરવામાં આવેલા ચેતક હેલિકોપ્ટરની આસપાસની જગ્યાને બેરિકેડ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ એર કમાનથી ટીમ ઘટના સ્થળ માટે રવાના થઈ ચૂકી છે. એરફોર્સની એન્જિનિયરિંગ યુનિટને હેલિકોપ્ટરમાં આવેલી ટેક્નિકલ ખામી દૂર કરવા માટે બોલાવવામાં આવી છે.
પાયલટ સુરક્ષિત
ગ્રામજનોએ જણાવ્યું કે, ઇમરજન્સી લેન્ડિંગ કરતા પહેલા હેલિકોપ્ટર લાંબા સમય સુધી આકાશમાં ફરતું રહ્યું હતું. અંતે હેલિકોપ્ટર જમીન પર લેન્ડ થયું. રાહતની વાત છે કે હેલિકોપ્ટર ક્રૂ સુરક્ષિત છે. પોલીસને એરફોર્સના હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ અંગે જાણ કરી દેવામાં આવી હતી. મામલાની ગંભીરતા જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષા માટે હેલિકોપ્ટરને કોર્ડનમાં લઈ લેવામાં આવ્યું છે. બેરિકોડ કરવામાં આવેલા સ્થળ પર ગ્રામજનોને આવવાથી રોકવામાં આવી રહ્યા છે.