લોનની વસૂલી માટે કોઈપણ સમય પર આવતા એજન્ટના કોલને રોકવા માટે ભારતીય રિઝર્વ બેન્ક કડક નિયમ લાવી રહી છે. RBIના પ્રસ્તાવિત નિયમ મુજબ જો કોઈ બ્રાહક લોનના હપ્તા બાથી ભરતા તો લોનની રિકવરી માટે તેમને તેને સવારે 8 વાગ્યાથી વહેલા અને સાંજે 7 વાગ્યા બાદ કોલ કરી શકાશે નહી.
આઉટસોર્સિંગથી નાણાકીય સંસ્થાઓની જવાબદારી ઓછી થતી નથી
ઈકોનોમીક ટાઈમ્સની એક રિપોર્ટ પ્રમાણે RBIએ કહ્યું છે કે નાણાકીય સંસ્થા દ્વારા આઉટસોર્સિંગ કર્યા બાદ પણ તેની જવાબદારી પૂરી થતી નથી. તે પણ ગ્રાહકો પ્રત્યે સમાન રીતે જવાબદાર છે. આ સાથે આ ડ્રાફ્ટમાં RBIએ ડાયરેક્ટ સેલ્સ એજન્ટ્સ, ડાયરેક્ટ માર્કેટિંગ એજન્ટ્સ અને રિકવરી એજન્ટ્સ માટે નિયમો બનાવવાની વાત કરી છે.આ નિયમ પબ્લિક, પ્રાઇવેટ અને NBFC ત્રણેયને લાગુ પડવો જોઈએ.
દેવાદારને ધમકી આપી શકાતી નથી
ગ્રાહકોના અધિકારને સુનિશ્ચિત કરવા માટે RBIએ નાણાકીય સંસ્થાઓને નિર્દેશ આપ્યો છે કે રિકવરી એજન્ટ રિકવરી સમયે ગ્રાહકોને ધમકી ન આપે તેમજ જુલમનો સહારો ન લે. આ ઉપરાંત રિકવરી સમયે કોલ કે મેસેજમાં ગ્રાહક સાથે ક્યારે અને કેવી રીતે વાત કરવી તે બાબતે પણ તાલીમ આપવી જોઈએ. આ ઉપરાંત ગ્રાહકનું અપમાન પણ ન કરવામાં આવે અને તેમની પ્રાઈવસીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે.
નાણાકીય સંસ્થાઓએ મહત્વપૂર્ણ કાર્યોનું આઉટસોર્સિંગ ટાળવા બાબતે પણ RBIએ જણાવ્યું
આ સાથે, RBIએ નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ અને બેંકોને પણ સલાહ આપી છે કે તેઓ અન્ય કંપનીઓને KYC નિયમો, લોન મંજૂરી વગેરે જેવા મહત્વપૂર્ણ પોલીસીમેનેજમેન્ટને લગતા કાર્યોનું આઉટસોર્સિંગ ટાળવું જોઈએ. RBIએ નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગમાં જોખમો અને આચારસંહિતાના સંચાલન અંગેના તેના ડ્રાફ્ટ માસ્ટર ડાયરેક્શનમાંs) આ બાબતો કહી છે.