ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં હાર્ટએટેકના કેસ સતત વધતાં જઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જોઈએ.
કોરોના પીડિતોને કર્યો ખાસ આગ્રહ
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ ICMRની એક રિસર્ચનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે ICMRએ રિસર્ચમાં નોંધ્યું છે કે જે લોકો કોરોનાથી ગંભીર રીતે પીડિત હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કરવાનું પડતું મૂકવું જોઈએ. તેમણે એક કે બે વર્ષ માટે કસરત કે જિમથી બ્રેક લેવો જોઈએ.
આપણે ત્યાં કેસ સતત વધ્યાં
તાજેતરમાં ગુજરાતમાં હાર્ટએટેકને કારણે મૃત્યુના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં યુવાઓ અને વયસ્કો હાર્ટએટેકનો શિકાર થઈ રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હાર્ટએટેકના કેસ ચિંતાજનક વધી ગયા છે. અહીં યુવાઓ હૃદય હુમલાનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં 22 ઓક્ટોબરે કપડવંજ ખેડા જિલ્લામાં ગરમા રમતી વખતે એક 17 વર્ષના છોકરાને હૃદયહુમલો ઉપડ્યો હતો અને તે મૃત્યુ પામી ગયો.
આનંદી બેન પટેલે પણ ચિંતા વ્યક્ત કરી હતી
તાજેતરમાં ગુજરાની મુલાકાત વખતે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે (Anandiben patel) પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં હાર્ટએટેકને લીધે ખેડામાં 12મા ધોરણનો વિદ્યાર્થી વીર શાહ, અમદાવાદના 28 વર્ષીય રવિ પંચાલ અને વડોદરાના 55 વર્ષીય શંકર રાણા પણ સામેલ હતા.