નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ હાજરીમાં કરવામાં આવી હતી. આ અવસરને યાદગાર બનાવવા પ્રયાસ કર્યો હતો.
પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ સમાન 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતાના સંચયનો પર્વ બન્યો છે. આ અવસરે તમને તૃષ્ટિકરણની રાજનીતિ જ દેશના વિકાસમાં આડખીલી રૂપ હોવાની ટકોર પણ કરી હતી.
#WATCH | On the National Unity Day parade in Gujarat's Ekta Nagar, Prime Minister Narendra Modi says "The people coming to Ekta Nagar not only get to see this grand statue but also get a glimpse of Sardar Saheb's life, sacrifice and his contribution in building one India. The… pic.twitter.com/6TOlJ6wUbe
— ANI (@ANI) October 31, 2023
આપણે વિશ્વના સૌથી મોટા લોકતંત્રને વિકાસના શિખર ઉપર લઈ જઈ રહ્યા છે
નરેન્દ્રમોદીએ ઉમેર્યું કે આગામી 25 વર્ષમાં ભારતને સમૃદ્ધ અને વિકસિત બનાવવાનો છે. એક સમય એવો આવ્યો હતો હતો સ્વતંત્ર ભારત માટે પોતાને સમર્પિત કર્યા છે. હવે વિકાસનો અવસર આવ્યો છે. વિશ્વની નજર ભારત પર છે.
આપણી સીમાઓ સુરક્ષિત છે આપણે ચંદ્ર પર જ્યાં કોઈ નથી પહોંચી શક્યું ત્યાં પહોંચ્યા છે. ભારતીયો દુનિયાભરમા આવેલી અબજોની કંપનીઓનું સંચાલન છે. મને આ બાબતનું ગર્વ છે.
370 ની કલમ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાની મક્કમતા દેખાડી
દેશે આર્ટિકલ 370ની દીવાલ દૂર કરાઈ છે. સરદાર સાહેબ જરૂર આ નિર્ણયને બિરદાવતા હશે. કાશ્મીરના લોકો મુક્ત વાતાવરણમાં દેશ સાથે કદમ મિલાવી ચાલી રહ્યા છે.
ભારતે નૌકાદળના ધ્યનમાંથી ગુલામીના ચિહ્નને હટાવી દીધું છે. ઇન્ડિયા ગેટ પર વિદેશી સત્તાની પ્રતિમાને હઠાવી નેતાજી સુભાસચન્દ્ર બોઝની પ્રતિમા પ્રેરણા આપી રહી છે.
10 વર્ષમાં કેવડીયાની સૂરત બદલાઈ
આજે કેવડિયાની ઓળખ ગ્લોબલ ગ્રીન સીટી તરીકે થઇ રહી છે. આ નગર 10-15 વર્ષ પહેલા જર્જરિત હતું. અહીં અલભ્ય આકર્ષણો ઉભા કરાયા છે. પર્યટકોને અહીંના જંગલ સફારી અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સહિતના આકર્ષણ આકર્ષી રહ્યા છે. એકતાનગર ખુબ ઝડપી વિકાસ કરી રહ્યો છે. આજે હેરિટેજ ટ્રેન શરૂ કરાઈ છે જે આપણી વિરાસતની ઝલક સાથે આધુનિક સુવિધા આપશે
સ્ટીમ એન્જીનના લુક સાથે દોડતી ટ્રેન જુના જમાનાની ટ્રેનના દેખાવનો આભાસ કરાવશે પણ કોલસાથી નહીં પણ પર્યાવરણના જતન સાથે દોડશે. આ ટ્રેનનો સફર યાદગાર રહેશે.
આદિવાસીઓની રોજગારીમાં વધારો
કેવડિયાના વિકાસથી સ્થાનિક આદિવાસીઓના જીવનધોરણમાં પણ સુધારો આવ્યો છે. અહીંના આદિવાસીઓ માટે રોજગારીની તક ઉભી થઇ છે. રોજગારીની વિપુલ તક ઉપલબ્ધ થઇ રહી છે.
વૈશ્વિક મોંઘવારી અને તનાવ વચ્ચે પણ ભારતની આગેકૂચ યથાવત
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વમાં મોંઘવારી અને અન્ય સમસ્યાઓ હાવી થઇ રહી છે પણ ભારતની વિકાસની આગેકૂચ કરી છે.ભારત આ સમસ્યાઓ સામે લડવામાં મહદંશે સફળ રહ્યું છે.
ભારતમાં ગરીબીમાં ઘટાડો
નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે દેશમાં ગરીબીમાં ઘટાડો થયો છે. ગરીબોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આપણે દેશમાંથી ગરીબી નબૂબ કરી શકીએ તેમ છે. આપણે સતત પ્રત્નશીલ રહીશું.
તૃષ્ટિકરણની રાજનીતિથી દૂર રહેવા આહવાન
નરેન્દ્ર મોદીએ આહવાય કર્યું કે દેશની એકતા તોડવાના પ્રયાસ ક્યારેય સફળ થવા દેવા જોઈએ નહિ. તૃષ્ટિકરણની રાજનીતિનો તેમણે વિરોધ કર્યો હતો. આ બાબતની ભયાનકતા ખુબ વધારે છે તે માનવતાના દુશમનો સાથે ઉભા રહે છે. આ લોકોથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી હતી.
લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે વડાપ્રધાનનું પ્રેરક ઉદબોધન
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણને પાંચ વર્ષપૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ યોજાનારી પરેડમાં અર્ધ લશ્કરી દળો સાથે પાંચ રાજ્યોના પોલીસ વિભાગના કર્મચારીઓ એકતા પરેડમાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે પોતાનું પ્રેરક ઉદબોધન કર્યું હતું. લખપતનો કિલ્લો દેશના એ દેશના જૂજ કિલ્લાઓ પૈકીનો એક સ્મરાક છે જ્યાં આજે પણ સ્વાતંત્ર્ય દિને અને પ્રજાસતાક દિનના રાષ્ટ્રીય પર્વએ ધ્વજારોહણ કરવામાં આવે છે. ઉલ્લેકખનીય છે કે પાકિસ્તાન બોર્ડર સમીપે આવેલા આ ઐતિહાસિક સ્થળે શાનથી તિરંગો લહેરાય છે.