ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઊનની એન્ટ્રી થઇ ગઈ છે. તેઓ પેલેસ્ટાઇનના સમર્થનમાં ઉતરી પડયા છે. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાના રીપોર્ટ પ્રમાણે, તેઓ પેલેસ્ટાઇનનાં સમર્થનમાં છે. સાથે તેમણે, પેલેસ્ટાઇનીઓને શસ્ત્રો પહોંચાડવાનો પણ નિર્ણય લીધો છે. આ સાથે અધિકારીઓને કહી દીધું છે કે શસ્ત્રાસ્ત્રો ઉપરાંત દરેક પ્રકારની સહાય પેલેસ્ટાઇનીઓને પહોંચાડવામાં આવે. કીમ જોંગ ઊને ઇઝરાયલને પરાસ્ત કરવા ખતરનાક પ્લાન ઘડી લીધો છે. તેઓ પેલેસ્ટાઇનીઓ ઉપરાંત મધ્ય-પૂર્વના અન્ય દેશોને પણ શસ્ત્રો ઉપલબ્ધ કરાવશે.
દક્ષિણ કોરિયાએ તેની જાસૂસી સંસ્થાએ આપેલી આ માહિતીથી દુનિયામાં હડકંપ મચી ગયો છે. અમેરિકા, યુરોપ, અને ભારત સહિત તમામ દેશો ચિંતાગ્રસ્ત બની ગયા છે.
વોલ સ્ટ્રીટ જર્મલના રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે ઊને અધિકારીઓને હમાસ ઉપરાંત હીઝબુલ્લા જેવા સંગઠનોને પણ શસ્ત્રો વેચવા જણાવી દીધું છે. જો આમ થશે તો ઇઝરાયલની મુશ્કેલીઓ વધી જશે. તેના વડાપ્રધાન નેતન્યાહૂ સામે પણ પડકારો ઉભા થઈ શકશે.
તેવામાં ભયાવહ સમાચારએવા મળી રહ્યા છે કે કીમે આપેલાં સમર્થન પછી ઇઝરાયલ સામે લડી રહેલાં જૂથોની હિંમત વધી ગઈ છે. બીજી તરફ ઇરાન સમર્થિત હૈથિસે પણ ઇઝરાયલ ઉપર હુમલા શરૂ કર્યા છે. હૈથિસે કહ્યું છે કે, છેલ્લા થોડા કલાકોમાં જ તેમણે ઇઝરાયેલ તરફ કેટલાયે ડ્રોન-હુમલા શરૂ કરી દીધા છે. જો કે ઇઝરાયલ તરફથી હજી સુધી તે અંગે કોઈ માહિતી અપાઈ નથી.
હજી સુધીમાં ઇઝરાયલ સામે હમાસ અને હિઝબુલ્લાહ જ લડતાં હતાં હવે તેમાં હૈથીસે પણ હુમલા શરૂ કરી દીધા છે.
નિરીક્ષકોને ભીતિ તો તે છે કે જો ઇઝરાયલ પૂરૃં ઘેરાઈ જશે તો અમેરિકાનાં નેતૃત્વ નીચે નાટો રાષ્ટ્રો ઇઝરાયલ તરફે ઝંપલાવશે તો યુદ્ધ વ્યાપક અને વધુ વિનાશક બની રહેશે.