હમાસ સાથે સંકળાયેલા અલ અક્શા રેડિયોએ જણાવ્યું કે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સના ડ્રોને શનિવારે ગાઝામાં આતંકી સંગઠન હમાસના રાજકીય પ્રમુખ ઈસ્માઈલ હનાયાના (Ismail Hanieyh) ઘર પર મિસાઈલ હુમલો કર્યો હતો. માહિતી અનુસાર હનાયા આ હુમલા સમયે ઘરમાં હાજર હતો કે નહીં તેની પુષ્ટી થઈ શકી નથી.
હનાયા ક્યાં છે હાલમાં?
માહિતી અનુસાર 2019થી ઈસ્માઈલ હનાયા ગાઝા પટ્ટીમાં નહીં હોવાનું મનાય છે અને તે તૂર્કી, કતાર તથા ઈરાનમાં અવર-જવર કરતો રહેતો હોવાનો દાવો કરાયો છે. શુક્રવારે એવા અહેવાલ મળ્યાં હતાં કે હનાયા તહેરાનમાં ટ્રાન્સફર થઇ ગયો છે. તહેરાન ઈરાનની રાજધાની છે.
IDFએ શું કહ્યું?
જોકે આ હુમલા મામલે આઈડીએફએ કોઈ ટિપ્પણી કરી નથી. જોકે આ હવાઈ હુમલામાં કોઈ મોટી જાનહાનિની પણ માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીનું સંચાલન હમાસના હાથમાં છે અને ઈસ્માઈલ હનાયા તેનો સૌથી મોટો લીડર કહેવાય છે.