વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ વડે સંબોધન મિઝોરમના લોકો સાથે કર્યુ હતુ. આ દરમિયાન તેઓએ પૂર્વોત્તરના રાજ્યોને લઈ મહત્વની વાત કરી હતી. વડાપ્રધાને કહ્યુ હતુ કે, વૈશ્વિક પ્રવાસન સ્થળના રુપમાં મિઝોરમ પાસે તમામ ક્ષમતા છે. જેના વિકાસ અને સકારાત્મક પ્રભાવ પર કેન્દ્રની સરકારે ભાર મુક્યો છે. મિઝોરમ વ્યાપાર અને પ્રતિભા સહિતની ક્ષમતા ઘરાવે છે.
પીએમ મોદીએ મિઝોરમમાં મહત્વપૂર્ણ પરિવર્તનની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, ભાજપની આગેવાની ધરાવતી સરકાર દ્વારા રાજ્યમાં મહત્વનો વિકાસ સાધી શકાશે. તેઓએ ‘અદ્ભુત મિઝોરમ’બનાવવા માટે બીજેપીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મિઝોરમની પ્રજાને વડાપ્રધાને તેમના પરિવારના સદસ્યોના રુપમાં હોવાનુ કહ્યુ હતુ.
Together, we will fulfil the dream of a marvellous Mizoram!
My message to the wonderful people of Mizoram.https://t.co/Poodx5b4Kd
— Narendra Modi (@narendramodi) November 5, 2023
પ્રવાસનો વિકાસ કરવા પર ભાર
નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન મિઝોરમને આપેલ વચનને પણ યાદ કર્યુ હતુ. તેઓએ કહ્યુ કે, મિઝોરમમાં શ્રેષ્ઠ પરિવહન માધ્યમ વડે વિસ્તારમાં પરિવર્તન કરવામાં આવશે. ભાજપના નેતૃત્વ ધરાવતી સરકાર દ્વારા અનેક વિસ્તારોમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ હોવાનુ વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ.
પ્રાથમિક સુવિધાઓ સહિતના વિકાસને લઈને પણ વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ વડે સંબોધન કરવા દરમિયાન વાત કરી હતી. તેઓએ રેલવે નેટવર્ક, આરોગ્યની સેવાઓ અને રમત ગમત સહિતના વિતાસ માટે ભાજપના પ્રયાસોને લઈને પણ કહ્યુ હતુ. પૂર્વોત્તરના રાજ્યમાં કુદરતે પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ આપ્યુ છે. જેને લઈ કહ્યુ કે, મિઝોરમ પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ છે અને જીવંત સંસ્કૃતિ વૈશ્વિક પ્રવાસન સ્થળ બનવાની ક્ષમતાને તેઓએ ઓળખી છે.
7 નવેમ્બરે મતદાન
પાંચ રાજ્યોની હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. મિઝોરમમાં પણ ચૂંટણી યોજાઈ રહી છે. મિઝોરમમાં આગામી 7 નવેમ્બર એટલે કે મંગળવારે મતદાન થનાર છે. જ્યારે મતગણતરી આગામી 3 ડિસેમ્બરે થનાર છે. મિઝોરમમાં હાલમાં જોરમથાંગાના નેતૃત્વ વાળી સરકાર છે. જેનો કાર્યકાળ આગામી મહિને એટલે કે 17 ડિસેમ્બરે સમાપ્ત થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી રવિવારે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા.