નેપાળમાં શુક્રવારે આવેલા ભીષણ ભૂકંપે તબાહી મચાવી દીધી છે. પશ્ચિમી નેપાળમાં આવેલા આવેલા આ ભૂકંપથી અત્યાર સુધીમાં 157 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. મોટી સંખ્યામાં લોકો બેઘર થઈ ગયા છે અને ખાવા-પાવીનું તથા દવાઓની અછત સર્જાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારત નેપાળની મદદે પહોંચ્યુ છે. નેપાળની મદદ માટે ભારત તરફથી ભારતીય વાયુ સેના દ્વારા રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો છે. જે નેપાળગંજ પહોંચી ચૂક્યો છે.
કાઠમાંડૂમાં ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું કે, ભારતીય તરફથી એરફોર્સના એક વિશેષ સી-130 વિમાન દ્વારા નેપાળ મોકલવામાં આવેલી 10 કરોડ રૂપિયાની કટોકટીની રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો પ્રાપ્ત થયો છે. તેમાં ટેન્ટ, કમ્બલ, તાડપત્રી, ચાદરો અને સ્લીપિંગ બેગની સાથે-સાથે આવશ્યક દવાઓ, પોર્ટેબલ વેન્ટિલેટર અને તબીબી સાધનો વગેરે સામેલ છે.
પ્રભાવિત લોકોને તમામ જરૂરી વસ્તુઓ આપવાના પ્રયાસો
દૂતાવાસના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારતીય વાયુસેનાના વિમાનમાં 11 ટનથી વધુ રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. ભૂકંપથી પ્રભાવિત લોકોને તમામ જરૂરી વસ્તુઓ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં રાહત સામગ્રીનો વધુ એક જથ્થો ભારત મોકલશે
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે, ભારત સરકાર વતી ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે કરનાલીના મુખ્યમંત્રી રાજ કુમાર શર્માની હાજરીમાં નેપાળના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ મંત્રી પૂર્ણ બહાદુર ખડકાને રાહત સામગ્રી સોંપી હતી. ભારત પર આવનારા દિવસોમાં રાહત સામગ્રીનો વધુ એક જથ્થો આવવાની આશા છે.
ભારતીય મિશને કહ્યું કે, એક નજીકના મિત્ર અને પાડોસી દેશ તરીકે ભઆરત નેપાળમાં ભૂકંપથી અસરગ્રસ્ત લોકોને દરેક શક્ય મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત નેપાળી ભૂકંપ પીડિતોને રાહત પેકેજ આપવામાં પ્રથમ રેસ્પોન્ડર રહ્યો છે.