ભારત ચીનને વધુ એક ઝાટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની બે કંપની ટેસ્લા અને એપલનો દબદબો છે, તેમાથી એક ભારતમાં આવી ચુંકી છે અને એક કંપની ભારતામાં આવવાની તૈયારી કરી રહી છે. આ કંપની છે ટેસ્લા, અમેરિકાના ચીન સાથેના વણસતા સંબંધો, અમેરિકાની દિગ્ગજ કંપની ટેસ્લા પણ ભારત તરફ વળે તેવી શક્યતા છે. આના કારણે ભારતને તો ફાયદો થશે પરંતુ ચીની ઇકોનોમી અને રોજગારીને મોટો ફટકો પડશે. શક્યતા છે કે જાન્યુઆરી 2024 માં સરકાર ટેસ્લાને મંજુરી આપે.
ETએ નિષ્ણાતોને ટાંકીને જણાવ્યું હતું કે PMOએ સોમવારે ટોચના અધિકારીઓ સાથે ટેસ્લાના રોકાણ પ્રસ્તાવ સહિત દેશમાં EV ઉત્પાદનના આગામી તબક્કાનો સ્ટોક લેવા માટે બેઠક યોજી હતી. નિષ્ણાતોના મતે, આ બેઠકનો એજન્ડા નીતિ વિષયક બાબતો પર કેન્દ્રિત હતો, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે દેશમાં ટેસ્લાના પ્રસ્તાવિત રોકાણને જાન્યુઆરી 2024 સુધીમાં ઝડપથી મંજૂર કરવામાં આવે.
પીએમ મોદી જૂનમાં અમેરિકા ગયા હતા. આ દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને પીએમ મોદી પણ મળ્યા હતા. તેમની આ મિટીંગ દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગ, ભારે ઉદ્યોગ અને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયો ઇલેક્ટ્રિક કાર નિર્માતા સાથે ચર્ચામાં છે. જાન્યુઆરી સુધીની આ ડીલ એટલા માટે પણ મહત્વની છે કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ગણતંત્ર દિવસના અવસર પર મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
સરકાર સાથે થઇ રહી છે ચર્ચા
ટેસ્લાના વરિષ્ઠ અધિકારીઓએ ભારતમાં કાર અને બેટરી ઉત્પાદન સુવિધા સ્થાપવાની સરકારની યોજના અંગે ચર્ચા કરી છે. આ ઉપરાંત, EV નિર્માતાએ ભારતમાં તેની સપ્લાય ચેક ઇકોસિસ્ટમ લાવવાનું પણ કહ્યું છે. માહિતી અનુસાર, મંત્રાલયો અને સરકારી વિભાગોને ટેસ્લા સાથેના કોઈપણ મતભેદોને ઉકેલવા માટે કહેવામાં આવ્યું છે. ટેસ્લાએ અગાઉ સંપૂર્ણ એસેમ્બલ ઇલેક્ટ્રિક કાર પર 40 ટકા આયાત ડ્યુટીની માંગ કરી હતી. જ્યારે વર્તમાન દર $40,000 થી ઓછી કિંમતના વાહનો પર 60 ટકા અને $40,000 થી વધુ કિંમતના વાહનો પર 100 ટકા છે.
ભારતની કસ્ટમ સિસ્ટમ ઈલેક્ટ્રિક કાર અને હાઈડ્રોકાર્બન પર ચાલતી કાર વચ્ચે ભેદ કરતી નથી અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વધુ ચાર્જ વસૂલે છે. કંપની ઈચ્છે છે કે તેની કારને લક્ઝરી કાર નહીં પણ ઈવી માનવામાં આવે. ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે ઉચ્ચ ચાર્જિંગ એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. ટેસ્લા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપતા પહેલા દેશમાં કેટલીક કાર વેચવા માંગે છે.
ઇલેક્ટ્રીક વાહનો અંગે સરકારની નિતી
ટેસ્લાને ભારતમાં લાવવા અને તેની વાત સ્વીકારવા માટે સરકાર તેની EV નીતિમાં પણ ફેરફાર કરી શકે છે. આ માટે આ પોલિસીમાં નવી કેટેગરીની જાહેરાત પણ થઈ શકે છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે આ નવી કેટેગરી લાવવાનો અર્થ એ નથી કે તે માત્ર ટેસ્લા માટે જ કરવામાં આવી રહ્યો છે. જો વિશ્વની કોઈપણ EV નિર્માતા ભારતમાં મેન્યુફેક્ચરિંગ સ્થાપવા માંગે છે, તો તેને આ સુવિધાનો લાભ મળશે.