સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના એક વાયરલ વિડીયોના કારણે હાલ ડીપફેક પર ફરી ચર્ચાઓ શરુ થઇ છે. 6 નવેમ્બર સોમવારે રશ્મિકાનો એક વિડીયો વાયરલ થયો હતો જે હકીકતમાં તેમનો ન હતો. આ વિડીયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝારા પટેલનો હતો જેને એડિટ કરીને ઝારા પટેલના ફેસની જગ્યાએ રશ્મિકા મંદાનાના ફેસને રિપ્લેસ સર્વમાં આવ્યો હતો. જે બાબતે અમિતાભ બચ્ચને વિડીયો શેર કરતા કહ્યું હતું કે આ બાબતે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. તો સમજીએ કે આખરે ડીપફેક શું છે અને તેને કઈ રીતે ઓળખી શકાય?
ડીપફેક શું છે?
ડીપફેકએ એક ટેકનીક છે જેમાં AIનો ઉપયોગ કરીને વિડીયો, ફોટો કે ઓડિયોમાં હેરફેર કરવામાં આવે છે. આ ટેકનીકની મદદથી કોઈ એક વ્યક્તિના ફોટો કે વિડીયો પર બીજા વ્યક્તિનો ચહેરો લગાવીને તેને બદલવામાં આવે છે. આ ટેકનીકમાં AIનો ઉપયોગ કરીને ફેક વિડીયો બનાવવામાં આવે છે. જે જોતા રીયલ લાગે છે પણ હોતી નથી આથી જ તેને ડીપફેક કહે છે. રિપોર્ટ અનુસાર આ શબ્દનો ઉપયોગ 2017માં જયારે એક રેડિટ યુઝરે અશ્લીલ વિડીયોમાં ચહેરો બદલવ માટે આ ટેકનીકનો ઉપયોગ કર્યો ત્યારે શરુ થયો હતો.
આ ટેકનીક કઈ રીતે કામ કરે છે?
આ ટેકનીક ખબ જ જટિલ છે. તેના માટે મશીન લર્નિંગ એટલે કે કમ્પ્યુટરમાં નિપુણતા હોવી જોઈએ. ડીપફેક કન્ટેન્ટ બે અલ્ગોરીધમનો ઉપયોગ કરીને બનાવવમાં આવે છે. એકને ડીકોડર કહે છે અને બીજાને એનકોડર કહેવામાં આવે છે. તેમાં ફેક ડીજીટલ કન્ટેન્ટ બને છે અને ડીકોડરથી એ ખ્યાલ આવે છે કે કન્ટેન્ટ રીયલ છે કે નહી. એનકોડર નેત્વોર્ક સોર્સ કન્ટેન્ટને એનેલાઇઝ કરીને તે ડેટા ડીકોડર નેટવર્કને મોકલે છે, ત્યારબાદ મળતું આઉટ્પુટ એકદમ રીયલ જ લાગે છે જે હકીકતમાં ફેક હોય છે. જેના માટે માત્ર એક વિડીયોની જ જરૂરિયાત હોય છે. તેમજ ડીપફેક માટે ઘણી વેબસાઈટ અને એપ્સ છે કે જુઆ લોકો સરળતાથી ડીપફેક બનાવે છે.
information https://t.co/WHk5rxsNYj
— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2023
ડીપફેક વિડીઓ કઈ રીતે ઓળખવા?
આવા ફોટો-વિડિયોને ઓળખવા સરળ નથી પણ અશક્ય પણ નથી. તેમને ઓળખવા માટે તમારે વિડિયો ખૂબ નજીકથી જોવો પડશે. ચહેરાના હાવભાવ, આંખની હલનચલન અને શરીરની સ્થિતિ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત, તમે તેમને તેમના શરીરના રંગ દ્વારા પણ ઓળખી શકો છો. સામાન્ય રીતે આવા વીડિયોમાં ચહેરા અને શરીરનો રંગ મેચ થતો નથી. આ સિવાય લિપ સિંકિંગ દ્વારા પણ આવા વીડિયોને ઓળખી શકાય છે. તમે સ્થાન અને વધારાની બ્રાઈટનેસ દ્વારા પણ આવા વીડિયોને ઓળખી શકો છો. આ સિવાય તમે તમારી પોતાની સમજણથી પણ નક્કી કરી શકો છો કે આ વિડિયો રિયલ છે કે નહીં. ઉદાહરણ તરીકે, બરાક ઓબામાનો ભોજપુરી ગીત પર ડાન્સ કરતો વીડિયો નકલી હોઈ શકે છે.
ક્યાં થાય છે ડીપફેકનો ઉપયોગ?
આ ટેકનીકની શરૂઆત અશ્લીલ કન્ટેન્ટ બનાવવાથી થઇ હતી. પોર્નોગ્રાફીમાં આ ટેકનીકનો નહ્તમ ઉપયોગ થાય છે. ડીપટ્રેસની 2019ની રિપોર્ટ મુજબ ઓનલાઈન જોવા મળતા ડીપફેક કન્ટેન્ટમાં 96 ટકા અશ્લીલ કન્ટેન્ટ છે. આ સિવાય તેનો ઉપયોગ મનોરંજન માટે પણ કરવામાં આવે છે, જેમાં જોનારને એવું દેખાડવામાં આવે છે જે હકીકતમાં બન્યું જ નથી. ઘણી યુટ્યુબ ચેનલમાં ફિલ્મોની ડીપફેક વિડીયો પોસ્ટ કરવામાં આવતી હોય છે. અમુક વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ નોસ્ટાલ્જીયા જીવવા માટે પણ થઈ રહ્યો છે, જેમાં મૃતક સંબંધીઓના ફોટામાં એનીમેશન કરવામાં આવે છે. ડીપફેકનો ઉપયોગ હવે રાજકારણમાં પણ થઈ રહ્યો છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો ડીપફેક ટેક્નોલોજી દ્વારા એકબીજાની નિંદા કરે છે.
ડીપફેક વિડીયો બનાવવા પર સજા
આવું કરનાર વ્યક્તિ વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66E, 67A અને 67B હેઠળ કેસ નોંધવામાં આવે છે. બનાવટી કલમો હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. જો ડીપફેક વીડિયો દ્વારા સાયબર ફ્રોડ અથવા બ્લેકમેલિંગ કરવામાં આવે છે, તો IPCની કલમ 506, 503 અને 384 હેઠળ કેસ નોંધવામાં આવે છે. ભારતમાં ડીપફેક વીડિયોને લઈને કોઈ અલગ કાયદો નથી, પરંતુ અમેરિકા જેવા કેટલાક દેશોએ ડીપફેકને લઈને કડક કાયદા બનાવ્યા છે. ભારતમાં પણ IT એક્ટ સેક્શન 66A હેઠળ ડીપફેક વીડિયો બનાવનાર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ થઈ શકતી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ કલમને ગેરબંધારણીય જાહેર કરી હતી. ડીપફેક વીડિયો બનાવવા બદલ દંડ પણ થઈ શકે છે. જો કોઈની ઈમેજખરાબ થાય છે તો માનહાનિનો કેસ થઈ શકે છે. સોશિયલ મીડિયા કંપની સામે આઈટી નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે.